સુરતના જ્વેલર્સે નોટબંધી દરમિયાન મોટું કૌભાંડ કર્યાનો આરોપ,પૂર્વ IT અધિકારીએ પીએમને ટ્વિટ કરી CBI તપાસની કરી માંગ- રાજકીય પક્ષના નેતાના પુત્રની છે સંડોવણી!

1111

દેશમાં થયેલી નોટબંધીની યાદો તો બધાની હશે,નોટબંધી દરમિયાન કાળા નાણાની હેરાફેરીની અનેક નાની-મોટી ઘટનાઓ સામે આવતી હતી.
એટલું જ નહીં,હજુ સુધી જૂની નોટનો નવી નોટમાં ફેરવવાનો વેપલો દેશમાં ચાલી રહ્યો છે.ત્યારે હાલ સુરતના જ્વેલર્સે નોટબંધી દરમિયાન કૌભાંડ કર્યાનો આરોપ લાગ્યો છે.નોટબંધી દરમિયાન સોનાના વેચાણના નામે કૌભાંડ આચરાયું હોવાનો આરોપ સાથે ભાજપના અગ્રણી પી.વી.એસ. શર્માએ ટ્વિટ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

ભાજપ અગ્રણી પી.વી.એસ. શર્માએ ટ્વીટ કરીને સુરતના જ્વેલર્સે નોટબંધી દરમિયાન કૌભાંડ કર્યાનો આરોપ સાથે જરૂરી દસ્તાવેજો સાથે પોસ્ટ કરી છે.આ ઘટનામાં તેમણે ED અને CBI દ્વારા તપાસ કરવાની માગ પણ કરી છે.ઘોડદોડ રોડના જ્વેલર્સ પર રૂપિયા 110 કરોડ ડિપોઝિટ કરી હોવાનો પણ ઘટસ્ફોટ કર્યો છે અને માત્ર રૂપિયા 80 લાખ ભરવાની અરજી સ્વીકારાતા આશંકા ગઈ હતી.પેનલ્ટી સાથે 167 કરોડ ભરવાના થાય તેવો દાવો પણ પોસ્ટમાં કરવામાં આવ્યો છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે સુરતના ઘોડદોડ રોડ પર આવેલી જ્વેલર્સ દ્વારા નોટબંધી દરમિયાન સોના વેચાણના નામે મની લોન્ડરિંગ કર્યું હોવાના આક્ષેપ પૂર્વ ઇન્કમટેક્સ અધિકારી અને ભાજપના અગ્રણી પીવીએસ શર્મા દ્વારા કરવામાં આવ્યા છે.પીવીએસ શર્માએ ટ્વિટ કરી ED અને CBI તપાસની માંગ પણ કરવામાં આવી છે.

અત્રે મહત્વનું છે કે,પીવીએસ શર્મા દ્વારા કરાયેલા ટ્વિટમાં જ્વેલર્સે સોનું વેચી 110 કરોડ રૂપિયા બેંકમાં ડિપોઝિટ કર્યા હતા. 33 ટકા લેખે ટેક્સ ભરવાને બદલે માત્ર 80 લાખ ટેક્સ ભરવા પાત્ર થાય છે,એવી અરજી સેટલમેન્ટ કમિશનમાં કરતા વિભાગે આ અરજી સ્વિકારી લીધી હતી.આ ગંભીર પ્રકારનો ભ્રષ્ટાચાર થઈ શકે તે પ્રકારે અરજી સ્વિકારવામાં આવી હોવાનું જણાવ્યું છે.નોટબંધી દરમિયાન સાનુ ઉંચા ભાવે વેચી કરોડો રૂપિયા બેંકમાં ડિપોઝિટ કર્યા પછી કરોડોની ટેક્સ ચોરી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

પીવીએસ શર્માના જણાવ્યા પ્રમાણે,નોટબંધી દરમિયાન જેટલા મોટા મામલાઓ સેટમેન્ટ કમિશનમાં ગયા છે તે તમામની તપાસ થવી જોઈએ.ઘોડદોડ રોડના જ્વેલર્સે 84 લાખની એડિશનલ ઈન્કમ બતાવી 80 લાખ ટેક્સ ભરવા સેટલમેન્ટમાં કરેલી અરજી પણ શંકાસ્પદ રીતે સ્વિકારી લેવામાં આવી છે.

કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો

પીવીએસ શર્માએ વડાપ્રધાન મોદીને ટ્વીટ કરી ઇડી તેમજ સીબીઆઇ તપાસની માંગણી કરી છે.શર્માએ જણાવ્યું કે જ્વેલર્સ દ્વારા 110 કરોડ રૂપિયા ડિપોઝીટ કરી 33 ટકા ટેક્સ ભરવાના બદલે ફક્ત 80 લાખ ટેક્સ ભરવાની અરજી કરવામાં આવી હતી.. આશ્ચર્યજનક રીતે તેમની અરજી સ્વીકારી લેવામાં આવી.શર્માએ જણાવ્યું કે નોટબંધી જાહેર થઇ તે રાત્રે આ જ્વેલર્સ દ્વારા 2 લાખ ગ્રામ સોનાનું વેચાણ કરવામાં આવ્યું હતું.

જ્વેલર્સ દ્વારા ૧૧૦ કરોડ રૂપિયા ડિપોઝીટ કરવામાં આવ્યા

સુરતમાં કરોડોનું મની લોન્ડરિંગ કૌભાંડ !

– ૨૦૧૬માં નોટબંધી દરમ્યાન સોનાના વેચાણના નામે કૌભાંડનો આક્ષેપ
– ઘોડ દોડ રોડ પરના જ્વેલર્સ પર કૌભાંડ આચરવાનો આક્ષેપ
– જ્વેલર્સ દ્વારા ૧૧૦ કરોડ રૂપિયા ડિપોઝીટ કરવામાં આવ્યા
– ૩૩ ટકા ટેક્સ ભરવાના બદલે ફક્ત ૮૦ લાખ ટેGસ ભરવાની અરજી કરાઇ
– જ્વેલર્સની અરજી સ્વીકારી લેવામાં આવતા અનેક સવાલો ઉઠ્યા
– નોટબંધીની રાત્રે જ્વેલર્સ દ્વારા ૨ લાખ ગ્રામ સોનાનું વેચાણ કરવામાં આવ્યું

આઇસીડીએસની સ્કીમને નિષ્ફળ કરવા 4 થી 5 જેટલા જ્વેલર્સ અને અધિકારીઓએ પ્રયાસ કર્યો છે. 2016-17નું એસેસમેન્ટ હાલ ફાઇનલ થઇ રહ્યું છે જે બાદ બધું કૌભાંડ બહાર આવશે.તેમણે કહ્યું કે આ કૌભાંડમાં એનસીપીના નેતાનો પુત્ર પણ સામેલ છે… તેમજ કૌભાંડમાં સામેલ અધિકારીઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના નામ તેમજ મહત્વના દસ્તાવેજો પણ મારી પાસે છે… જે હું એક બાદ એક ઉજાગર કરીશ તેમ પીવીએસ શર્માએ જણાવ્યું.

Share Now