સુપ્રીમ કોર્ટ સરકાર પર બગડ્યું ,કહ્યું કે સુપ્રીમ કંઈ ‘બગીચો’ નથી

276

સરકારી વિભાગો દ્વારા કરવેરા સહિતના વિવાદોમાં નીચલી અદાલતોના ચૂકાદા પછી લાંબા સમય બાદ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવાના સતત વધતા જતા વલણ પર સર્વોચ્ચ અદાલતે લાલ આંખ કરતા આકરા શબ્દોમાં જણાવ્યું કે આ (અદાલત) છે કોઈ ‘બગીચો’ નથી કે સરકારને ઈચ્છા પડે ત્યારે તેમાં ચાલવા આવી જાય.સર્વોચ્ચ અદાલતે પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો કે શું સરકારી વ્યવસ્થાતંત્ર એટલું બિનકાર્યક્ષમ અને અસક્ષમ બની ગયું છે કે તે સર્વોચ્ચ અદાલતમાં ત્રણ માસના મર્યાદીત સમયમાં દાખલ કરી શકે નહી?

સુપ્રીમે અધિકારીઓને ફટકાર્યો દંડ

સર્વોચ્ચ અદાલતે આ પ્રકારે વિલંબથી અપીલ દલીલ કરવા બદલ ગ્રેટર મુંબઈ મહાપાલિકા, મધ્યપ્રદેશ, હરિયાણાના અધિકારીઓ પર દંડ ફટકાર્યો હતો.સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે સરકારના કાનૂની ભાષણને ભવિષ્યમાં વધુ સતર્ક બનવું પડશે અને સરકારને આદેશ કર્યો હતો કે જે દંડ ફટકારાયો છે તે જે તે અધિકારીઓના પગારમાંથી વસુલ કરવાનો રહેશે.મુંબઈ મહાપાલિકાના કમિશ્ર્નર અને મધ્યપ્રદેશ તથા હરિયાણાના મુખ્ય સચીવોને સૂચના પણ આપી હતી કે જો જવાબદાર અધિકારીઓ પાસેથી દંડની રકમ નહી વસુલાય તો તેઓ ખુદ જવાબદાર રહેશે.

10-10 હજારનો દંડ

મુંબઈ મહાપાલિકાએ હાઈકોર્ટના એક ચૂકાદા બાદ 663 દિવસે સર્વોચ્ચ અદાલતમાં અપીલ દાખલ કરી હતી.સર્વોચ્ચ અદાલતે આકરા શબ્દોમાં કહ્યું કે જો સરકાર તેમાં અસક્ષમ અને બિનકાર્યક્ષમ તંત્રના કારણે 90 દિવસમાં અપીલ કરી શકે તેમ ન હોય તો તેણે તે સ્વીકારીને સમય મર્યાદા વધારવી જોઈએ પણ અમો 90 દિવસની મર્યાદાને વળગી રહીશું.સર્વોચ્ચ અદાલતે ત્રણ અધિકારીઓ પર દરેકને 10-10 હજારનો દંડ ફટકાર્યો હતો.

Share Now