PM મોદીની લોકપ્રિયતા ઘટી?, એક મિનિટમાં હજ્જારો ડિસલાઇક મળતા ભાજપે બંધ કરી દીધું Dislike બટન

297

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે 6 કલાકે દેશને સંબોધન કરતાં કોવિડ વિશે 7મી વખત કોરોનામાં બેદરકારી ન રાખવા કહ્યું હતું.પણ લોકોએ સતત ત્રીજી વખત તેમની ભાષણને ડીસ લાઈક ‘Dislike’ કર્યું હતું.જેવું ભાષણ શરૂ થયું તેની સાથે જ યુટ્યુબ ચેનલ વિડિઓઝ પર ‘Dislike’ મળવાનું શરૂ થયું હતું.

કમેન્ટ બોક્સમાં પણ અઢળક Dislike

દેશની પ્રજાએ ‘Dislike’ આપવાનું શરૂ કર્યું કે તુરંત વિડિઓઝ પર ફક્ત નાપસંદનો વિકલ્પ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ મામલો ટ્વિટર પર પણ ટ્રેન્ડ રહ્યો હતો.વડા પ્રધાન મોદીનું સંબોધન 12 મિનિટનું હતું.તેના જીવંત પ્રસારણની વાતો પ્રજાને ગમી ન હતી અને તેથી વિડિઓ પર ઝડપથી ‘Dislike’ કરવામાં આવી હતી.આ પછી,સ્પીચ ક્લિપ્સના ત્રણ વિડિઓઝ અપલોડ કરવામાં આવ્યા હતા.આ ત્રણેય વિડિયોની નીચે કમેન્ટમાં ‘Dislike’ ઘણી વધારે છે.

#BoycottModiBhasan સામે સમર્થકોનું #Bharat_With_Modi

Dislike અને #BoycottModiBhasan કરતાં રહ્યાં હતા.કોઈ દેશના વડાપ્રધાનને તેની પ્રજા આ રીતે જાકારો આપતી હોય એવો ટ્રેન થોડા વર્ષોમાં જોયો નથી. ભાજપના કાર્યકરોએ મોદીના સમર્થનમાં #Bharat_With_Modi ચલાવ્યું પણ તેમાં પ્રજા ક્યાંય સામેલ ન હતી.સોશિયલ મીડિયા પર મોદીને મોટી લપડાક મળી હતી.30મી ઓગસ્ટે આવું થયું ત્યાર બાદ 21 દિવસે ફરી એવું જ થયું હતું.લોકોએ મોદીને આ દ્વારા ઘણું કહી દીધું છે.

Share Now