ઓડીશાના એક વકીલે મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધતી કંગનાની એક પોસ્ટ ઉપર ટીપ્પણી કરી ને કંગનાને બળાત્કારની ધમકી આપી હતી જો કે વકીલનું કહેવું છે કે તેનું અકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે.અને ત્યાર બાદ તેમને આ કમેન્ટ ડીલીટ કરી નાખી હતી.
સુશાંત સિંહ રાજપૂતના મામલાને લઈને મહારાષ્ટ્ર સરકાર સામે કંગના વિવાદમાં ઉતરી હતી.જેમાં કંગનાએ મુંબઈમાં પોતાની ખિલાફ થયેલી એફ.આઈ.આર.ને લઇને એક પોસ્ટ કરી હતી.આ પોસ્ટ ઉપર ઓડીશાના વકીલે કમેન્ટ કરતા કંગનાને બળાત્કારની ધમકી આપી હતી.આ કમેન્ટનો વધતો વિવાદ જોઇને વકીલે પોતાનું ફેસબુક અકાઉન્ટ હેક થયા હોવાનું કહીને આ કમેન્ટ ડીલીટ કરી દીધી હતી.તેમજ તેની છેલ્લી પોસ્ટમાં તેમને લખ્યું હતું કે ‘આજ સાંજે મારી ફેસબુક આઈડી હેક થઇ હતી અને તેમાં તેમાં અપમાનજનક કમેન્ટ કરવામાં આવી હતી.હું કોઈ પણ મહિલા કે સમુદાય માટે આવા વિચારો રાખતો નથી. હું ખુદ આ કમેન્ટ થી હેરાન છું અને માફી માંગું છું.હું બધા લોકોને અનુરોધ કરું છું કે મારી માફીનો સ્વીકાર કરવામાં આવે.