તમે ભૂત પ્રેતની વાતો અને કિસ્સાઓ તો બહુ સાભળ્યા હશે.બોલિવૂડ અને હોલિવૂડની ફિલ્મોમાં ભૂત સાથી દોસ્તી થયાની કહાનીઓ પણ જોઈ હશે.પરંતુ ભૂત સાથે પ્રેમ થયાની વાત કદાચ આજ પહેલા ક્યારેય નહીં સાંભળી હોય.પરંતુ આ પ્રકારની એક તદ્દ્ન વિચિત્ર ઘટના સામે આવી છે.
એક મહિલા ભૂતના પ્રેમમાં પડી હતી.ત્યાર બાદ તે તેની સાથે સંબંધોમાં પણ બંધાઈ હતી.એટલું જ નહીં આ મહિલા પ્રેમી ભૂત સાથે વિદેશમાં રજાઓ પણ ગાળી ચુકી છે.પરંતુ હવે તેને ભૂત પ્રેમી સાથે ફાવતુ નથી અને તેની સાથે સંબંધો તોડવા માંગે છે.
બ્રિટનની રહેવાસી એમથિસ્ટ રીલમ નામની મહિલાએ થોડા સમય પહેલા દાવો કર્યો હતો કે,તે એક ભૂત સાથે સીરિયસ રિલેશનશિપમાં છે.આ મહિલાનો એવો પણ દાવો હતો કે,તે એક ભૂતના બાળકની માતા પણ બનવા માંગે છે.પરંતુ હવે એમથિસ્ટ પોતાના આ સંબંધનો અંત આણવા માંગે છે.વર્ષ 2018માં એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં રીલમે દાવો કર્યો હતો કે,તે છેલ્લા કેટલાક વર્ષથી ભૂતના સંપર્કમાં છે અને આ દરમિયાન તેને ડઝન જેટલા ભૂતો સાથે સંપર્ક થઈ ચુક્યો છે. તેમાંથી એક ભૂત સાથે તે રોમેન્ટીક સંબંધ બનાવી ચુકી હતી.
રીલમે પોતાના દાવામાં એમ પણ કહ્યું છે કે, બંને એક સાથે ઈંગ્લેન્ડ આવ્યા અને સળંગ એકબીજાને ડેટ કરતા રહ્યા.હવે રીલમે ખુલાસો કર્યો છે કે,તેના અને ભૂતના લગ્ન નહીં થઈ શકે.કેમ કે બંને વચ્ચેનો સંબંધ હવે પુરો થઈ ગયો છે.અમે રજાઓમાં એકબીજા સાથે સારો સમય વિતાવ્યો હતો.પરંતુ થાઈલેન્ડથી રજા મનાવી જ્યારે પાછા આવ્યા બાદ ભૂતનો વ્યવહાર ખુબ બદલાઈ ગયો. હવે મને લાગે છે કે તેને કોઈ અન્ય સાથે પણ પ્રેમ સંબંધ થઈ ગયો છે.તે તેની સાથે હવે અલગ જ પ્રકારનો વ્યવહાર કરી રહ્યો છે. તે લાંબા સમય સુધી ગાયબ રહ્યો અને પછી તેના સ્વભાવમાં અહંકાર આવી ગયો છે.
બ્રિટિશ મહિલાએ એમ પણ જણાવ્યું હતું કે, જ્યારે તે ઘરમાં પાછો આવ્યો તો કેટલીક વખત અન્ય આત્માઓને પણ સાથે લઈ આવ્યો જે કેટલાક દિવસ સુધી અહીં જ રહ્યા.તે બધા ડ્રગ્સ લેતા હતા અને પાર્ટી કરી રહ્યા હતા.જે આત્માઓને તે ઘરે લાવ્યો હતો તે તમામ વિચિત્ર પ્રકારો અવાજ કરી રહ્યાં હતાં.ત્યારબાદ મેં એકલા રહેવાનો નિર્ણય લીધો. બસ ત્યારબાદ અમારા વચ્ચેનો સંબંધ પુરા થઈ ગયા છે.