સ્ટીલ કિંગના નામથી મશહૂર લક્ષ્મી મિત્તલના નાના ભાઈ પ્રમોદ મિત્તલ બ્રિટેનના સૌથી મોટા બેંકરપ્ટ(નાદાર) કરવામાં આવી શકે છે.પ્રમોદ મિત્તલે ક્યારેક પોતાના દીકરીના લગ્નમાં 500 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.જે બાદ તે સતત ચર્ચામાં રહ્યા હતા.અને હવે તેમના પર હજારો કરોડનું દેવું છે.
પ્રમોદ મિત્તલનું કહેવું છે કે, તેના પર 2.5 બિલિયન પાઉન્ડ (23,750 કરોડ રૂપિયા)નું દેવું છે,જે બાદ તે બ્રિટેનના સૌથી મોટા નાદાર ઘોષિત કરવામાં આવી શકે છે.મિત્તલે કહ્યું કે,પોતાની તમામ સંપત્તિ એક ડીલમાં ગુમાવી દીધી છે.હવે તેની પાસે આવકનું કોઈ સાધન નથી અને તેની પાસે માત્ર દિલ્હીની પાસે એક જમીન છે.અને આ જમીનની કિંમત પણ 4300 રૂપિયા છે.મિત્તલનું કહેવું છે કે, તેની પાસે કુલ જમા રકમ દોઢ કરોડ રૂપિયા છે.મિત્તલનો દાવો છે કે,તેના મહિનાનો ખર્ચ 2 લાખ રૂપિયા છે.
પ્રમોદ મિત્તલે 2013માં પોતાની દીકરી શ્રૃષ્ટિના લગ્ન ડચ મૂળના ઈન્વેસ્ટમેન્ટ બેન્કર ગુજરાલ બગલ સાથે કર્યા હતા,જેમાં તેણે 500 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ ખર્ચ તેઓનાં ભાઈ લક્ષ્મી મિત્તલની દીકરી વનિશાના લગ્ન કરતાં 10 મિલિયન પાઉન્ડ વધારે હતો.અને હવે એવી ખબર પણ છે કે સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ પોતાના ભાઈની મદદ કરી રહ્યા નથી.
પ્રમોદ મિત્તલ માટે 14 વર્ષ પહેલાં જ મુશ્કેલીભર્યા સમયની શરૂઆત થઈ ગઈ હતી.જ્યારે તેઓએ એક બોસ્નિયાઈ કોક નિર્માતા કંપની GIKILના દેવા માટે ગેરેન્ટર બનવાની સહમતિ આપી હતી.તેમની કંપની ગ્લોબલ સ્ટીલ હોલ્ડિંગ્સે GIKILના દેવાના ગેરંટર તરીકે સાઈન કર્યું અને બાદમાં કંપની નાદાર થઈ ગઈ હતી. તે બાદ GIKIL લંડનમાં મિત્તલને ગેરંટર ફર્મના પૈસા પરત આપી શકી ન હતી.