નવી દિલ્હી : બાકી દેવું ચૂકવવા અને વીડિયોકોન ગ્રુપની 13 કંપનીઓને ઈન્સોલ્વન્સી પ્રોસિડિંગથી બહાર કાઢવા માટે ધૂત પરિવારે લેન્ડર્સને 30,000 કરોડ રૂપિયાની ચૂકવણીની રજૂઆત કરી છે. વીડિયોકોન ઈન્ડસ્ટ્રીઝના સસ્પેન્ડેડ બોર્ડના સીએમડી વેણુગોપાલ ધૂતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે,રકમની ચૂકવણીનો પ્રસ્તાવ વીડિયોકોન ઈન્ડસ્ટ્રીઝના કમિટી ઓફ ક્રેડિટર્સ (સીઓસી)ને મોકલવામાં આવ્યો છે.ઈન્સોલ્વન્સી એન્ડ બેન્ક કરપ્સી કોડ (IBC) હેઠળ કોર્પોરેટ ઈન્સોલ્વન્સી રિસોલ્યુશન પ્રોસેસ (CIRP) શરૂ કર્યા બાદ વીડિયોકોન ઈન્ડસ્ટ્રીઝના બોર્ડને સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.
ગ્રુપના પૂર્વ પ્રમોટર્સ ધૂત પરિવારે આશા વ્યક્ત કરી લેન્ડર્સ અને નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ (NCLT) જો સહમત થાય તો તેના સેટલમેન્ટ ઓફર પર આ વર્ષના અંત સુધીમાં નિર્ણય થઈ શકે છે.અત્યારે ગ્રુપની 15 કંપનીઓ વિરુદ્ધ CIRP જારી છે.આમાંથી 13 કંપનીઓ માટે સેટલમેન્ટ ઓફર કરવામાં આવી છે. ઓફરથી બહાર રહેલા બે કંપનીઓમાં KAIL અને TREND સામેલ છે.
NCLTની મુંબઈ બેચે રિસોલ્યુશન પ્રોસેસની ગતિ વધારવા માટે ગ્રુપની 15 કંપનીઓને એક સાથે ક્લબ કરી છે,જેથી તેમને શ્રેષ્ઠ વેલ્યૂ મળી શકે.ધૂતે કહ્યું કે, આગામી 30થી 60 દિવસોમાં અંતિમ નિર્ણય થવાની અપેક્ષાઓ સેવાઈ રહી છે.આઈબીસીની કલમ 12એ હેઠળ અમુક શરતોને પૂરી થાય તો ટ્રિબ્યુનલ કોઈ કંપનીને ઈન્સોલ્વન્સી પ્રક્રીયાથી બહાર નીકળવાની પણ મંજૂરી આપી શકે છે.
સામાન્ય રીતે 12એ હેઠળ કરવામાં આવેલ અમુક જ અરજીઓને મંજૂરી આપવામાં આવે છે,પરંતુ ધૂત પરિવારને પ્રસ્તાવ પર મંજૂરી મળવાનો સંપૂર્ણ ભરોસો છે.ધૂત પરિવારે જણાવ્યું કે,લગભગ 150 કંપનીઓને સેક્શન 12એ હેઠળ સફળતાપૂર્વ ઈન્સોલ્વન્સી પ્રોસેસથી બહાર કાઢવામાં આવી છે.વીડિયોકોન ગ્રુપ પર 31,289 કરોડ રૂપિયાનું દેવું નક્કી થયું છે.