સુરતમાં PVS શર્માના ઘરે ITના દરોડા, જવેલર્સ પર નોટબંધી સંદર્ભે કરોડોનું કૌભાંડ આચાર્યાનો કર્યો હતો આક્ષેપ

452

સુરત ભાજપના ઉપપ્રમુખ PVS શર્માને ત્યાં આવક વેરા વિભાગ અને સુરત પોલીસે સાથે મળી દરોડા પડ્યા છે.શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલા તેમના નિવાસ સ્થાને દરોડા પડ્યા છે.IT વિભાગે હાલ PVS શર્માનો મોબાઈલ જપ્ત પણ કરી લીધો છે.જેના કારણે તેઓ પોતાના ઘરની નીચે ઘરણાં પર બેઠા છે.

ઉલ્લેખનીય છે કે ભાજપના નેતા પીવી શર્માએ આક્ષેપ કર્યા હતા કે નોટબંધી દરમિયાન કલા મંદિર જવેલર્સ દ્વારા કરોડો રૂપિયાનો કૌભાંડ કરવામાં આવ્યો છે અને તેમની પાસે તેના પુરાવા પણ છે.પીવીએસ શર્માએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રીને ટ્વીટ કરી ED અને CBI તપાસની માંગ કરી હતી.

આ વિશે મળતી માહિતી પ્રમાણે સુરતમાં PVS શર્માના ઘરે મોડીરાત્રે ITના દરોડા પડતા ખળભળાટ મચી જવા પામી છે.શહેરના પીપલોદમાં આવેલા તેમના નિવાસ સ્થાને દરોડા પડ્યા છે. PVS શર્માએ ગઈકાલે નોટબંધી સંદર્ભે કૌભાંડ અંગે ટ્વિટ કર્યુ હતું.ત્યારબાદ મોડીરાત્રે અમદાવાદ,વડોદરા,સુરતમાં ITની રેડ પડી હતી. PVS શર્મા માજી ઇન્કમ ટેક્સ અધિકારી છે,જેમના ઘરે ITની ટીમ પહોંચી છે.ઇન્કમ ટેક્સ મામલે ટ્વીટ કરનારા છે ભાજપના નેતા ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે.

ગઈકાલે Pvs શર્માએ નોટબંધી મામલે ટ્વિટ કર્યું હતું.જેમાં તેમણે નોટબંધી સંદર્ભે 110 કરોડના મામલે આવકવેરા વિભાગે કરેલી કાર્યવાહી સામે ફરિયાદ કરી હતી. તેમણે વડાપ્રધાન અને નાણામંત્રીને સંબોધીને ટ્વિટ કરી હતી.ટ્વીટમાં Pvs શર્માએ પુરાવાની ફોટો કોપી પણ મૂકી હતી.પરંતુ ક્યાં મુદ્દે અને ક્યાં કારણોસર ઇન્કમટેક્સ વિભાગે રેડ કરી તે જાણી શકાયું નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે,ભાજપના અગ્રણી નેતા અને સુરતના ભાજપના નેતા દ્વારા કરવામાં આવેલા ટ્વીટને કારણે એક મોટા કૌભાંડ પરથી પડદો ઊંચકાયો છે. આ કૌભાંડમાં કેટલા ભ્રષ્ટાચારી આવકવેરા અધિકારીઓ,ચાર્ટડ એકાઉટન્ટ અને ઉદ્યોગકારોની મિલીભગત ખુલ્લી પડી ગઈ છે,ભાજપના નેતાનો આક્ષેપ છે કે નોટબંધી દરમિયાન એક જવેલર્સ દ્વારા 110 કરોડ રૂપિયા ત્રણ દિવસમાં બેંકમાં ડિપોઝીટ કરવામાં આવ્યા હતાં,પરંતુ તેની સામે માત્ર 84 લાખનો જ ટેક્સ ભરવામાં આવ્યો હતો. તેમણે દાવો કર્યો છે કે તેમની પાસે તેના પુરાવા પણ છે આ સંદર્ભે તેમના ત્યાં આવક વેરા વિભાગે દરોડા પાડ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે અને તેમની પૂછપરછ કરવામાં આવી છે.

જાણો શું છે સમગ્ર કેસ?

અત્રે મહત્વનું છે કે,પીવીએસ શર્મા દ્વારા કરાયેલા ટ્વિટમાં જ્વેલર્સે સોનું વેચી 110 કરોડ રૂપિયા બેંકમાં ડિપોઝિટ કર્યા હતા.33 ટકા લેખે ટેક્સ ભરવાને બદલે માત્ર 80 લાખ ટેક્સ ભરવા પાત્ર થાય છે,એવી અરજી સેટલમેન્ટ કમિશનમાં કરતા વિભાગે આ અરજી સ્વિકારી લીધી હતી.આ ગંભીર પ્રકારનો ભ્રષ્ટાચાર થઈ શકે તે પ્રકારે અરજી સ્વિકારવામાં આવી હોવાનું જણાવ્યું છે.નોટબંધી દરમિયાન સાનુ ઉંચા ભાવે વેચી કરોડો રૂપિયા બેંકમાં ડિપોઝિટ કર્યા પછી કરોડોની ટેક્સ ચોરી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

પીવીએસ શર્માના જણાવ્યા પ્રમાણે,નોટબંધી દરમિયાન જેટલા મોટા મામલાઓ સેટમેન્ટ કમિશનમાં ગયા છે તે તમામની તપાસ થવી જોઈએ.ઘોડદોડ રોડના જ્વેલર્સે 84 લાખની એડિશનલ ઈન્કમ બતાવી 80 લાખ ટેક્સ ભરવા સેટલમેન્ટમાં કરેલી અરજી પણ શંકાસ્પદ રીતે સ્વિકારી લેવામાં આવી છે.

Share Now