પાછલા દિવસોમાં સુશાંત સિંહ રાજપૂતને લઇ અન્ય ઘણાં મુદ્દાઓ પર મીડિયાની કવરેજને લઇ સવાલ ઊભા થયા છે.આ દરમિયાન રિપબ્લિક ટીવીને લઇ પણ ઘણાં ગંભીર સવાલો ઊભા થઇ રહ્યા છે અને આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓ કોઈપણ આધાર વિના બોલિવુડ ઈન્ડસ્ટ્રી પર આરોપ લગાવી રહ્યા છે.પણ હવે બોમ્બે હાઈકોર્ટે પણ રિપબ્લિક ટીવીને ખૂબ ફટકાર લગાવી છે કે તમે જ તપાસ કરશો,તમે જ અભિયોજક રહેશો અને તમે જ ચૂકાદો આપનારા જજ બની જશો તો પછી અમે અહીં શા માટે બેઠા છીએ?
મીડિયા ટ્રાયલ સામે કોર્ટની નાખુશતા
વાત એ છે કે, હાઈકોર્ટમાં સુશાંત સિંહ રાજપૂત મોતના મામલાને લઇ થયેલી મીડિયા ટ્રાયલ સામે ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી હતી.જેના પર બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થઇ.જે દરમિયાન કોર્ટમાં રિપબ્લિક ટીવી તરફથી રજૂ થયેલા વકીલ માલવિક ત્રિવેદીને કોર્ટે કહ્યું કે,જો તમે જ શોધકર્તા બની જશો, તમે જ અભિયોજનકની ભૂમિકા પણ ભજવશો અને તમે જ જજ બની ગયા છો તો અમારું શું કામ છે? અમે અહીં શું કરી રહ્યા છે?
ઈન્વેસ્ટિગેટિવ પત્રકારિતાની દલીલ પર કોર્ટની ફટકાર
લાઈવ લૉ અનુસાર,કોર્ટની આ ફટકાર પછી રિપબ્લિક ટીવીની વકીલે ઈન્વેસ્ટિગેટિવ જર્નલિઝ્મની દલીલ કરી.વકીલે હાઈકોર્ટમાં કહ્યું કે ચેનલ તે દરમિયાન ઈન્વેસ્ટિગેટિવ જર્નલિઝ્મ દ્વારા તપાસમાં જે લોકો દોષી દેખાઇ રહ્યા હતા તેમની તરફ ઈશારો કરી રહ્યા હતા.તો હાઈકોર્ટે ચેનલની વકીલને ફરી એકવાર ચેતવણી આપતા કહ્યું કે,જો તમને સત્ય જાણવામાં એટલી જ રૂચિ છે તો તમારે સીઆરપીસી પર ધ્યાન આપવું જોઇએ.કાયદાની અદેખાઈ કરવી કોઈ બહાનું નથી.
આ દલીલ દરમિયાન હાઈકોર્ટે ચેનલની વકીલની તે ટિપ્પણી પર સવાલ ઉઠાવ્યો,જેમાં તેમણે ઈન્વેસ્ટિગેટિવ જર્નલિઝ્મનો ઉલ્લેખ કર્યો હતો.
હાઈકોર્ટે કહ્યું,કોઈપણ મામલામાં જેની તપાસ ચાલી રહી હોય લોકોને એ પૂછવું કે કોની ધરપકડ કરવી જોઇએ,શું આ પણ ઈન્વેસ્ટિગેટિવ જર્નલિઝ્મનો ભાગ છે? સાથે જ કોર્ટે કહ્યું કે જ્યારે આ મામલાની તપાસ ચાલી રહી હોય કે આ મર્ડર છે કે આત્મહત્યા,એવામાં એક ચેનલ સીધે સીધું કહી રહ્યું છે કે આ હત્યા છે તો શું આ પણ ઈન્વેસ્ટિગેટિવ જર્નલિઝ્મ છે? જણાવી દઇએ કે, રિપબ્લિક ટીવીએ રિયાની ધરપકડને લઇ લોકો માટે ટ્વીટર પર એક પોલ ચલાવ્યો હતો.
સનસનીખેજ હેડલાઈન્સ ન બનવી જોઇએ- કોર્ટ
હાઈકોર્ટે આ પ્રકારની પત્રકારત્વને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું અને કહ્યું કે આત્મહત્યાને લઇ દિશા નિર્દેશોનું પાલન થવું જોઇએ અને કારણ વિનાની હેડલાઈન્સ બનવી જોઇએ નહીં.કોર્ટે પૂછ્યું કે શું તમારા દિલમાં મૃતકો પ્રત્યે કોઈ સન્માન નથી?
આ દરમિયાન કોર્ટમાં ટાઈમ્સ નાઉ તરફથી રજૂ થયેલા વકીલે હાઈકોર્ટને કહ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટ તરફથી મીડિયા માટે નક્કી કરવામાં આવેલા સેલ્ફ રેગ્યુલેશન મોડલમાં હસ્તક્ષેપ ન કરો.આ દરમિયાન આજતક,ઈન્ડિયા ટીવી,જી ન્યૂઝ અને એબીપી ન્યૂઝ ચેનલો તરફથી પણ વકીલ હાઈકોર્ટમાં રજૂ થયા હતા.હવે કોર્ટ આ અરજીઓ પર આવનારી સુનાવણી 23 ઓક્ટોબરના રોજ કરશે.ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ જીએસ કુલકર્ણીની બેંચે આ મામલામાં સુનાવણી કરી.