સુશાંત સિંહ રાજપૂત કેસમાં ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.સ્વામીએ પોતાના પત્રમાં AIIMSના મેડિકલ રિપોર્ટની સમીક્ષા કરવાની માંગણી કરી છે.જેમાં સુશાંતની મોતને હત્યા માનવાનો ઇન્કાર કર્યો હતો.
ખામીઓ પર ધ્યાન દોર્યું
સુબ્રમણ્યમ સ્વામીએ ડૉ.સુધીર ગુપ્તાના નેતૃત્વવાળી ટીમ દ્વારા તૈયાર રિપોર્ટની ખામીઓની તરફ PM મોદીનું ધ્યાન આકર્ષિત કર્યું છે.સ્થિતિ એવી છે કે સુશાંતની હત્યાની આશંકાની વચ્ચે ડૉકટર ગુપ્તાના નેતૃત્વવાળી ટીમે કેસની ફરીથી તપાસ કરી હતી.પોતાના રિપોર્ટમાં ટીમે સુશાંતના મોતને હત્યા માનવાનો ઇન્કાર કરી દીધો હતો.
…તો કોર્ટ જઇશું
ભાજપ સાંસદે એ આ સંબંધમાં ટ્વીટ કરીને કહ્યું છે કે જો તેમને PMની તરફથી કોઇ જવાબ મળતો નથી તો પછી તેઓ કોર્ટનો દરવાજો ખખડાવશે.તેમણે લખ્યું કે જો સુશાંત સિંહ રાજપૂત કેસમાં એમ્સના રિપોર્ટની સમીક્ષાને લઇ વડાપ્રધાન મોદી તરફથી કોઇ જવાબ મળતો નથી તો મને જનહિત અરજી દાખલ કરવાનો અધિકાર છે.
CBIને કર્યો આગ્રહ
બીજીબાજુ સુશાંત સિંહના પરિવારના વકીલ વિકાસ સિંહે CBIને આ મામલે ધ્યાન આપવાનો આગ્રહ કર્યો છે.આની પહેલાં 15 ઑક્ટોબરના રોજ સીબીઆઈ એ મીડિયા રિપોર્ટોને ‘અટકળબાજી’ અને ‘ખોટા’ ગણાવ્યા હતા.જેમાં દાવો કરાયો હતો કે સીબીઆઈએ સુશાંત સિંહ કેસમાં પોતાની તપાસ પૂરી કરી લીધી છે અને ટૂંક સમયમાં જ ક્લોઝર રિપોર્ટ દાખલ કરી શકે છે.ઉલ્લેખનીય છે કે CBI સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તી અને તેના પરિવારના સભ્યોની વિરૂદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપોની તપાસ કરી રહ્યું છે.