PNB કાંડના આરોપી નિરવ મોદીની જામીન અરજી લંડનની કોર્ટે સાતમી વખત ફગાવી

299

લંડન : માર્ચ, 2019થી પ્રત્યાર્પણ વોરન્ટના આધારે ધરપકડ કરાયેલા અને હાલમાં લંડનની જેલમાં બંધ ડાયમંડ મર્ચન્ટ ભારતીય ભાગેડુ નિરવ મોદી દ્વારા કરવામાં આવેલી નવી જામીન અરજીને બ્રિટનની એક કોર્ટે ફગાવી દીધી હતી.

આ વખતની અરજીને ‘નવા પુરાવા’ના આધારે કરવામાં આવી હતી,પરંતુ વેસ્ટમિન્સટર મેજીસ્ટ્રેટની કોર્ટના જજ સેમ્યુઅલ ગુઝ તેમના આગઉના ઓર્ડરથી વિપરિત ઓર્ડર કરવા સંમંત થયા નહતા.

બે આબજ ડોલરના પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના મની લોન્ડરિંગ અને ફ્રોડના આરોપીને ભારત પરત મોકલવાના નિર્ણય સામે લડી રહેલા 40 વર્ષના મોદી હાઇકોર્ટ તેમજ મેજીસ્ટ્રેર્ટ કક્ષાએ જામીન માટે આશરે છ વખત પ્રયાસ કર્યો હતો.
જો કે નજરકેદ અને 40 લાખ પાઉન્ડના સીક્યોરિટી બોન્ડ જેવી સખત શરતો સાથેની દરેક અરજીને ફગાવી દેવામાં આવી હતી. લંડનમાં કોર્ટ દ્વારા સોમવારે ફગાવી દેવામાં આવેલી અરજ અંગે નવી દિલ્હીમાં સીબીઆઇના એક અિધકારીએ કહ્યું હતું કે વાંરવાર કરાતી જામીન અરજીનો ઇનકાર એ સીબીઆઇ,વિદેશ મંત્રાલય અને બ્રિટનની ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ વચ્ચેના શ્રેષ્ઠ સંકલનનું પરિણામ છે.

ચાલુ વર્ષે માર્ચમાં હાઇકોર્ટમાં મોદીની જામીન અરજીની સુનાવણી વખતે જસ્ટિસ ઇયાન ડોવે કહ્યું હતું ‘જે પગલાં લેવામાં આવ્યા હતા તેનાથી ભાગી જવાના જોખમની મારી ચિંતાનું નિવારણ થયું નથી’. મોદીની વકીલોની ટીમે જામીન માટે 24 કલાક ઇલેકટ્રોનિક ટેગ,ખાનગી સુરક્ષા દાર્ડ સેવા અને ટેલિફોન સહિતના તમામ સાધનોની કડક ચેકિંગ સહિત અનેક પગલાંઓની ઓફર કરી હતી.

Share Now