ગડકરીએ ખાદીના પગરખા લોન્ચ કર્યા

268

નવી દિલ્હી,તા.૨૭: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પોતાના મન કી બાત કાર્યક્રમમાં સ્વદેશી સામાનનો ઉપયોગ કરવાની વાત કરી હતી.આ દરમિયાન કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ સોમવારના રોજ ખાદીના પગરખા લોન્ચ કર્યા છે.ખાદીને પ્રોત્સાહન આપવા માટે MSME મંત્રાલય તરફથી આ એક નવી શરૂઆત કરવામાં આવી છે.દેશના મોટા હિસ્સામાં ખાદીના કપડા,માસ્ક અને અન્ય સામાનની ધૂમ મચેલી છે.આ દરમિયાન હવે તહેવારોની સીઝનમાં ખાદીના પગરખા પણ બજારમાં આવી ગયા છે, જે પુરુષો અને મહિલાઓ બંને માટેના મળી રહેશે.

સોમવારના રોજ ખાદીના પગરખાના લોન્ચિંગ દરમિયાન નિતિન ગડકરીએ કહ્યું કે આશા છે કે લોકોને આ પસંદ આવશે અને ફરી એક વખત લોકો ખાદી તરફ વળશે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તહેવારોના આ સમયમાં લોકોને લોકલ ચીજ વસ્તુઓ ખરીદવા માટેની અપીલ કરી છે.પોતાના મન કી બાત કાર્યક્રમમાં પણ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ખાદી હવે દુનિયામાં પોતાની એક આગવી ઓળખ બનાવી રહ્યું છે,આ સાથે જ ફેશન સ્ટેટમેન્ટ પણ બની ચૂકયું છે.

વડાપ્રધાને આ કાર્યક્રમ દરમિયાન ખાદીના માસ્કના વખાણ કરતા જણાવ્યું હતું કે,કેવી રીતે દિલ્હીના ખાદી ઈન્ડિયા સ્ટોર પર વેચાણ વધવા લાગ્યું છે.વડાપ્રધાને મેકિસકોનો ઉલ્લેખ કરતા કહ્યું કે,ત્યાંના કેટલાક ગામોમાં ખાદીનું ઉત્પાદન થઈ રહ્યું છે અને ખાદીની વસ્તુઓ ખૂબ જ લોકપ્રીય બની રહી છે.

Share Now