નવી દિલ્હી : બસપા પાર્ટીના સૌથી શ્રીમંત નેતા ગણાતા મલૂક નાગરના અર્ધો ડઝન ઠેકાણાં પર આજે સવારથી ઇન્કમટેક્સ ખાતાના દરોડા પડ્યા હતા.આવાં સ્થળોમાં મલૂકના સસરાના ઘર અને ઑફિસનો પણ સમાવેશ થયો હતો
મલૂક પર એવો આક્ષેપ હતો કે છેલ્લાં છ વર્ષના ઇન્કમટેક્સ રિટર્નમાં એણે ઓછી વિગતો આપી હતી.એણે રજૂ કરેલા દસ્તાવેજો કરતાં એનો કારોબાર ઘણો વધારે હતો. મલૂકના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પણ ઇન્કમટેક્સના અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા હટી મલૂક નાગર ડેરીના વ્યવસાયમાં છે જે ખાસ્સા લાંબા સમયથી મધર ડેરીને પોતાનું ઉત્પાદન વેચે છે.આજે પડેલા દરોડો લખનઉ સ્થિત ઇન્કમટેક્સ વિભાગ તરફથી પાડવામાં આવ્યા હતા.મલૂકના દિલ્હી ખાતેના નિવાસસ્થાન અને ઑફિસમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા.દિલ્હી અને એનસીઆર ઉપરાંત ગાઝિયાબાદ,હાપુડ,ગઢ,ગ્રેટર નોઇડામાં પરી ચૌક અને દિલ્હીનાં મલૂકના તમામ ઠેકાણાં પર ઇન્કમટેક્સ ઑફિસર્સની ટુકડીઓ ત્રાટકી હતી