છતીસગઢની કોંગ્રેસની સરકારનો ટાટા પ્રેમઃ ૨૦૦ કરોડની પેનલ્ટી માફ કરી

269

રાયપુર, તા.૨૯: છતીસગઢમાં ભુપેશ બઘેલાની આગેવાનીવાળી કોંગ્રેસ સરકારે ટાટા પ્રોજેકટ પર લાગેલ ૨૦૦ કરોડનો દંડ માફ કર્યો છે.સરકાર તરફથી કરવામાં આવેલ આ નિર્ણય આ બ્રોડબેન્ડ પરિયોજનાની નોડલ એજન્સી સાથે સંકળાયેલા બે આઇએએસના નિર્ણયોને સાઇડમાં રાખીને કરવામાં આવ્યો હતો.

આ દંડ ૩૦૫૭ કરોડ રૃપિયાની ગ્રામીણ બ્રોડબેન્ડ પરિયોજનાની સમયસીમાને બે વાર પુરી ન કરવા માટે લગાવાયો હતો.ઇન્ડીયન એકસપ્રેસ તરફથી કરવામાં આવેલ તપાસમાં જાણવા મળ્યુ કે આ દંડ કંપની અને રાજય વચ્ચે થયેલ સમજૂતિ અનુસાર હતો. સાથે જ આ દંડની પુષ્ટી એક મુખ્ય સચિવના નેતૃત્વવાળી સમિતી દ્વારા કરવામાં આવી હતી.આટલું જ નહીં,રાજય સરકારે ટાટા પ્રોજેકટને બે વર્ષમાં બે વાર એકસટેન્શનની મંજૂરી આપ્યા પછી ૨૮.૭૯ કરોડનો દંડ પણ પાછો આપી દીધો.

જૂલાઇ ૨૦૧૮માં કંપનીને અપાયેલ ભારતનેર પરિયોજના મુળરૃપે ૧ વર્ષમાં પુરી કરવાની હતી.તેમાં રાજયના ૨૭ જીલ્લાઓમાં ૮૫ બ્લોક અને ૫૯૮૭ ગ્રામ પંચાયતોને જોડવા માટે ૩૨૪૬૬ કિમીનું એક ઓપ્ટીકલ ફાઇબર નેટવર્ક બીછાવવાનું સામેલ છે.સાથે છતીસગઢમાં ગ્રામપંચાયતોને જોડવાનું રાષ્ટ્રવ્યાપી ભારતનેર પરિયોજનાનો તે એક ભાગ છે.

Share Now