અમદાવાદ તા.29 : કોરોના મહામારીની વચ્ચે ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણી યોજાઈ રહી છે ત્યારે કોરોના ગાઈડ લાઈન અવગણીને માસ્ક, સેનીટાઈઝર બદલ કાર્યકરો મતદારોને ભાજપ મોદી-શાહ-રૂપાણીની તસ્વીરો ફેસ માસ્ક વેચી રહ્યું છે.હવે કાર્યકરો-સમર્થકોમાં એ ચિંતા પેદા થઈ છે કે કયું માસ્ક પહેરવું.વળી કોરોના કાળમાં આવા માસ્કમાં સલામતી કેટલી તે પ્રશ્ર્ન રહેવાનો.માસ્ક ઉપરાંત સરકાર દ્વારા પોકેટ બુક,પત્રિકાઓ,ઝંડા,ટોપી,સ્ટિકર્સનું વિતરણ થઈ રહ્યું છે.