વાણી સ્વતંત્રતાને રૂંધવાની કોશીશ કરતા નહી : કેન્દ્ર-રાજયોને સુપ્રીમની ચેતવણી

287

નવી દિલ્હી : દેશમાં કેન્દ્ર અને રાજય સરકારોની ટીકા કરતા સોશ્યલ મીડીયા પોષ્ટમાં અપરાધ નોંધીને આ પ્રકારની પોષ્ટ કરનારને દેશના એક ખૂણેથી બીજા ખૂણે હાજર થવા પોલીસ સમન્સ મોકલવાના સતત વધી રહેલા વલણ પર આખરે સુપ્રીમ કોર્ટ લાલ આંખ કરતા કેન્દ્ર અને રાજય સરકારોને આકરા શબ્દોમાં લોકોના વાણી,અભિવ્યક્તિની સ્વતંત્રતા છીનવવાની કોશીશ નહી કરવા સંદેશ આપ્યો હતો.સર્વોચ્ચ અદાલતે કહ્યું કે અમો અહી લોકોના વાણી- અભિવ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરવા મૌજૂદ છીએ.દેશના સામાન્ય નાગરિકોને પોલીસ સમન્સના નામે હેરાન કરવાનું સ્વીકાર્ય બનશે નહી.

હાલમાં જ સોશ્યલ મીડીયામાં ટવીટર,ફેસબુક પર આવતા પોષ્ટમાં લોકો હાલની સીસ્ટમ સામે આક્રોશ વ્યક્ત કરે.સરકારની કે સરકારમાં બેસેલા લોકોની ટીકા કરે તો તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવીને તે જે રાજયમાં હાજર થવા જે સમન્સ મોકલવાની નવી પદ્ધતિ અમલમાં મુકવામાં આવી છે તેની સામે સર્વોચ્ચ અદાલતમાં થયેલી રીટર્ન નિયંત્રણમાં આ શબ્દો સુપ્રીમે ઉચ્ચાર્યા હતા. પ.બંગાળ સરકાર લોકડાઉન સમયના નિયમોનું યોગ્ય રીતે પાલન કરાવી શકી નથી તેવા એક સોશ્યલ મીડીયા પોષ્ટમાં કોલકતા પોલીસે ગુનો નોંધી દિલ્હીના એક રહહેવાસીને હાજર થવા સમન્સ પાઠવ્યું હતું.સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે અમો દેશના નાગરિકોને ફકત સરકાર વિરોધી સોશ્યલ મીડીયા પોષ્ટના કારણે દેશના એક ખૂણેથી બીજા ખૂણે પોલીસ સમન્સ મારફત હાજર થવા જણાવવા કે આ પ્રકારની સતામણી કરવાનું ચાલવા દેશું નહી.

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડ અને ઈન્દીરા બેનરજીની ખંડપીઠે સ્પષ્ટ શબ્દોમાં બંધારણની કલમ 19(1)(એ) હેઠળ જ વાલી સ્વતંત્રતાનો અધિકાર અપાયો છે.તેને કોઈપણ ભોગે સુરક્ષિત રાખવાનો છે.ભારત મુક્ત રહેવું જોઈએ. બેંચે સરકારને તેની મર્યાદા નહી ઓળગવાની ચેતવણી આપી હતી.અમો અહી વાણી સ્વતંત્રતાના અધિકારની સુરક્ષા માટે મોજૂદ છીએ.સુપ્રીમ કોર્ટની રચના જ એટલા માટે થઈ છે કે શાસન દ્વારા નાગરિકોની સતામણી થાય નહી તે નિશ્ર્ચિત કરવાનું છે.

દિલ્હીના 29 વર્ષીય રોહિણીએ તેના ધારશાસ્ત્રી મહેશ જેઠમલાણી, મારફત કોલકતા પોલીસના સમાધાન અને હાઈકોર્ટના એ આદેશને સુપ્રીમમાં પડકાર્યો હતો.જેમાં તેમને એક ફેસબુક પોષ્ટ માટે પોલીસ સમક્ષ પુછપરછમાં હાજર થવા સમન્સ અપાયું હતું.કોલકતામાં લોકડાઉન સમયે રાજય બહાર ક્ષેત્રમાં પણ જે રીતે ભારે ભીડ હતી અને નિયમોનું પાલન ન થયું તે બદલ પ.બંગાળ સરકારની ટીકા કરવામાં આવી હતી.પોલીસે તેમાં સ્થાનિક સ્તરે એક કોચ સામે અપમાનીત,ઉશ્કેરણીજનક પોષ્ટ બદલ એફઆઈઆર નોંધી હતી.

સર્વોચ્ચ અદાલતે તેના નિરીક્ષણમાં કહ્યું કે કાલે મુંબઈ-દિલ્હી-ચેન્નઈ-મણીપુર કોઈપણ પોલીસ દેશના કોઈપણ નાગરિકોને સમન્સ કરીને તેની પોષ્ટને પડકારશે.અમો તમને એક સંદેશો મોકલવા માંગીએ છીએ કે અમો વાણી સ્વાતંત્ર્ય ઈચ્છીએ છીએ.અમો તેમને પાઠ ભણાવશું.કોલકતાની દિલ્હી સમન્સથી હાજર થવાનું એક સતામણી જ છે.સર્વોચ્ચ અદાલતે એ પણ નોંધ્યું કે કોઈ એમ કહી શકે તેમ નથી કે કોરોના સંકટને યોગ્ય રીતે હેન્ડલ કરાયું છે.

Share Now