મુંબઈ : બિહારના મુંગેરમાં દેવી દુર્ગાની મૂર્તિના વિસર્જન માટે જતા લોકો પર પોલીસ ફાયરિંગની ઘટનાને લઈને શિવસેનાએ ભાજપ પર નિશાન સાધ્યું છે.શિવસેના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે ગોળીબારની ઘટનાને હિન્દુત્વ પર હુમલો ગણાવ્યો છે.ભાજપ પર પ્રહાર કરતા સંજય રાઉતે કહ્યું છે કે ફાયરિંગની આ ઘટના અંગે ભાજપના નેતાઓ શા માટે મૌન સેવી રહ્યા છે.
ભાજપ શા માટે મૌન છે – રાઉત
મીડિયા સાથે વાત કરતા સંજય રાઉતે જણાવ્યું કે, ‘મુંગેર ફાયરિંગની ઘટના હિંદુત્વ પર હુમલો છે.જો આવી ઘટના મહારાષ્ટ્ર,પશ્ચિમ બંગાળ અથવા રાજસ્થાનમાં થઇ હોત, તો રાજ્યપાલ અને ભાજપના નેતાઓએ રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી હોત,પરંતુ બિહારના રાજ્યપાલ અને ભાજપના નેતાઓ કેમ સવાલો ઉભા કરી રહ્યા નથી. ‘ પુલવામા હુમલા અંગેના પાકિસ્તાની પ્રધાનની કબૂલાત અંગે તેમણે કહ્યું કે,પાકિસ્તાન સરકાર અથવા કાશ્મીરમાં કાર્યરત પાકિસ્તાનના આતંકવાદી જૂથો સિવાય તેમાં બીજું કોઈ હોઈ શકે નહીં.જે પાકિસ્તાનનો સાંસદ બોલી રહ્યો છે તે સાચું છે.
એકનું મોત
આપને જણાવી દઇએ કે સોમવારે રાત્રે મુંગેર જિલ્લામાં યુવકના મોત ની ઘટના બાદ દેવી દુર્ગાની મૂર્તિ વિસર્જન અંગેની અથડામણ દરમિયાન ગુરુવારે પોલીસ અધિક્ષક સહિત શહેરના અન્ય સ્થળોએ તોડફોડ કરવામાં આવી હતી અને આગ લગાવામાં આવી હતી.તે જ સમયે,ચૂંટણી પંચે મુંગેર ડિવિઝન કમિશનર જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ મીના અને પોલીસ અધિક્ષક લિપી સિંહને તાત્કાલિક દૂર કરવા સાથે સમગ્ર ઘટનાની આયુક્ત અસંગબા ચૂબા એઓને તપાસ કરવા આદેશ આપ્યો છે.
મુંગેરની ઘટનાને લઈને વિપક્ષો સતત સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. લોક જનશક્તિ પાર્ટીના વડા ચિરાગ પાસવાને રાજ્યની નીતીશ કુમાર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું, ‘જવાબદારી સંપૂર્ણ રીતે મુખ્ય પ્રધાનની છે, કોની સૂચના પર ગોળીઓ ચલાવવામાં આવી છે તે શોધી કાઢો, કોઈએ આદેશ આપ્યો હશે.બુલેટ કોઈના હુકમ વિના નહીં ચાલી હોય.
મુંગેર ગોળીબારની ઘટનાને લઇ શિવસેનાએ એનડીએની સરકાર પર નિશાન સાંધ્યુ છે.પાર્ટીના પ્રવકતા સંજય રાઉતએ કહ્યું કે મુંગેરની ઘટના હિન્દુત્વપર હુમલો છે. તેમણે કહ્યું કે જો આવી ઘટના મહારાષ્ટ્,પશ્ચિમ બંગાળ કે રાજસ્થાનમાં બની હોત તો રાજ્યપાલ અને ભાજપના નેતા રાષ્ટ્રપતિ શાસનની માંગણી કરત હવે બિહારના રાજ્યપાલ અને ભાજપના નેતા પ્રશ્ન કેમ ઉઠાવી રહ્યા નથી?
બિહાર, ઉત્તર પ્રદેશ અને હરિયાણા રાજ્યોમાં જે કંઇ થઇ રહ્યું છે તેને જોતા ત્યાં કાયદાનું રાજ બચ્યું છે કયાં? આવો પ્રશ્ન કરી શકાય છે. પરંતુ આ રાજ્ય ભાજપ શાસિત હોવાના લીધે ત્યાં બધું જ બરાબર છે.ગડબડ માત્ર મહારાષ્ટ્ર, પંજાબ, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં જ છે
છેલ્લાં 15 વર્ષથી બિહારમાં નીતીશકુમારનું જ શાસન છે. લાગે છે કે તેઓ એ વાતને ભૂલી ગયા છે.મુંગેર જિલ્લામાં દુર્ગા વિસર્જન દરમ્યાન પોલીસે ગોળીબાર કર્યો.મૂર્તિનું જબરદસ્તી વિસર્જન કરવા દીધું,ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું અને 15 લોકો ઘાયલ થયા.પોલીસવાળાઓનું આ કૃત્ય જનરલ ડાયરને પણ લજવનારું હતું, આ પ્રકારનો આક્રોશ શરૂ છે.