ઈલાહાબાદ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોર્ટે કહ્યું છે કે માત્ર લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન કરવું અમાન્ય છે.કોર્ટે બે અલગ અલગ ધર્મના યુગલએ કરેલી અરજી પર સુનાવણી દરમિયાન આ નિર્ણય સંભળાવ્યો હતો.આફ યુગલે કોર્ટમાં અરજી કરી માંગ કરી હતી કે તેમના શાંતિપૂર્ણ વૈવાહિક જીવનમાં તેમના પરીવારજનોના હસ્તક્ષેપ પર રોક લગાવવામાં આવે. આ વાતમાં હસ્તક્ષેપ કરવાનો કોર્ટે ઈનકાર કર્યો હતો.સાથે જ તેમને મજિસ્ટ્રેટ સમક્ષ હાજર થઈ અને તેમના નિવેદન નોંધવા કહ્યું હતું.
કોર્ટે કહ્યું કે યુવતીએ 29 જૂન 2020ના રોજ હિંદૂ ધર્મ સ્વીકાર કર્યો અને 31 જુલાઈના રોજ લગ્ન કરી લીધા. રેકોર્ડ જોતાં સ્પષ્ટ થાય છે કે આ ધર્મ પરિવર્તન લગ્ન કરવા કરવામાં આવ્યું છે. કોર્ટે નૂરજહા બેગમ કેસના નિર્ણયનો હવાલો દેતાં કહ્યું કે લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન સ્વીકાર્ય નથી.આ કેસમાં હિંદૂ યુવતીએ ધર્મ બદલી મુસ્લિમ યુવક સાથએ લગ્ન કયર્િ હતા.આ કેસમાં પ્રશ્ન એવો ઊભો થયો હતો કે શું હિંદૂ ધર્મની યુવતી ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ યુવક સાથે લગ્ન કરે તો તે લગ્ન માન્ય ગણાય કે નહીં.
આ મામલે કોર્ટે કુરાનની હદીસોનો હવાલો આપતાં કહ્યું હતું કે ઈસ્લામ વિશે જાણકારી લીધા વિના,તે ધર્મમાં આસ્થા ન હોય તેવી સ્થિતિમાં ધર્મ બદલવો સ્વીકાર્ય નથી.આવું કરવું ઈસ્લામની વિરુદ્ધ છે.આ વાત સાથે કોર્ટે મુસ્લિમથી હિંદૂ બની લગ્ન કરવાની અરજી પર રાહત દેવાનો ઈન્કાર કર્યો હતો.