ઘણીવાર પ્રેમીયુગલને ગામ લોકોએ પકડીને તાલીબાની સજા આપી હોય તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.કેટલીક વાર પરિણીત પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીને ગામલોકોએ પકડી ગામમાં સરઘસ કાઢ્યું હોય અથવા તો તેનું અર્ધ મુંડન કર્યુ હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે.ત્યારે આવો જ એક કિસ્સો ફરી એક વખત સામે આવ્યો છે.જેમાં ગામના લોકોએ આદિવાસી મહિલાને પરિણીત પ્રેમી સાથે કઢંગી હાલતમાં ઝડપી પાડી હતી અને ત્યારબાદ પંચાયત દ્વારા તાલીબાની સજા આપવામાં આવી હતી.પરિણીત પ્રેમી અને પ્રેમિકાને ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પરંતુ પોલીસ પણ બંનેને છોડાવી શકી નહોતી.આ ઘટના ઝારખંડના પાકુડમાં બનવા પામી છે.
રિપોર્ટ અનુસાર ઝારખંડના સાહેબગંજના પાકુડ અને સંથાલ પરાગના જિલ્લામાં અવાર નવાર તાલીબાની સજા આપવામાં આવતી હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે પાકુડમાં કે,જ્યા ચાર વર્ષની બાળકીની માતા અને તેના પરિણીત પ્રેમી મસલેઉદ્દીન અન્સારીને ગામના લોકોએ આપત્તિજનક હાલતમાં પકડી પાડ્યા હતા.ત્યારબાદ ગામના લોકોએ પંચાયત બોલાવીને બંનેને તાલીબાની સજા આપી હતી.પ્રેમી અને પ્રેમિકાને એક ઝાડ સાથે બાંધી દીધા હતા અને બંને ભાગી ન જાય એટલા માટે અમુક લોકોને ઝાડ ઉપર બેસીને આ પરિણીત પ્રેમીયુગલ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યો હતો.
ગામના લોકોને જાણવા મળ્યું હતું કે,ચાર વર્ષની બાળકીની માતાનો પ્રેમી મસલેઉદ્દીન અન્સારી બાલીદંગલ ગામનો રહેવાસી છે અને તે ત્રણ બાળકોનો પિતા છે.આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ ગામલોકોમાં રહેલા રોષને જોઇને પોલીસ પણ આ પ્રેમી અને પ્રેમિકાને છોડાવી શકી ન હતી. પોલીસે બંનેને છોડાવવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ ગામના લોકોની ભીડને જોઈને પોલીસના તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા.
આ સમગ્ર ઘટનાના પગલે પાકુડના SP મણિલાલ મંડલે જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિને કાયદો હાથમાં લેવાની મંજૂરી નથી.અમે આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ.ખબર મળી છે ત્યાં સુધી પ્રેમી યુગલ હજુ સુધી ગામ લોકો પાસે જ બંધક છે.