વલસાડ : ગુજરાત રાજ્ય ની પેટા ચૂંટણી ને લઈ હવે મતદાન ને ગણતરી ના કલાકો બાકી છે ત્યારે વલસાડ જિલ્લા ની કપરાડા ની પેટા ચૂંટણી ને લઈ પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી ઓને આખરી ઓપ આપ્યો છે.
વલસાડ જિલ્લામાં કપરાડા વિધાનસભા પેટા ચૂંટણી ને લઈ સંપૂર્ણ તૈયારી ઓને આખરી ઓપ અપાયો છે અને તેમાં પોલીસ વિભાગ ની મહત્વની કામગીરી હોય છે. તેને ધ્યાને રાખી વલસાડ જિલ્લા ડીએસપી ના આદેશ અનુસાર ચૂંટણી ને અનુલક્ષી ને કામગીરી હાથ ધરાઈ છે.
ત્યારે હવે પોલીસ વિભાગ દ્વારા કપરાડા પેટા ચૂંટણી માં એક DSP, ચાર DYSP, પાંચ PI, 18 PSI અને ૬૮૩ પોલીસ કર્મચારીઓ તેમજ 552 જેટલા હોમગાર્ડ અને સેન્ટ્રલ આર પોલીસની બે કંપનીઓ દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી કરવામાં આવશે અને તે માટે સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
તો સાથે સાથે પોલીસ તંત્ર દ્વારા કપરાડા વિધાનસભાની પેટાચૂંટણીમાં ૪૪ જેટલા અતિસંવેદનશીલ બુથો નક્કી કરવામાં આવ્યા છે.અને આ બૂથો ઉપર પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવશે જેથી કરીને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઇ શકે.
બીજી તરફ મહારાષ્ટ્ર પોલિસ અને સંઘપ્રદેશ પોલીસ પણ આ ચૂંટણીમાં વલસાડ જિલ્લા કપરાડા ના બોર્ડર ના ગામો માં બંદોબસ્તમાં કામગીરી કરશે.અને જો કોઈ ચૂંટણી લક્ષી કામગીરી માં અનિચ્છનીય બનાવ બનશે તો પોલીસ વિભાગ તેને કડકાઈથી લઈ કાયદેસર ની કાર્યવાહી પણ કરશે તેવી તૈયારી ઓ દર્શાવી છે.