ટ્રાફિક પોલીસે ફટકાર્યો 2 મીટર લાંબો મેમો, દંડની રકમ એટલી કે નવું ટુ-વ્હિલર આવી જાય

304

બંગ્લોર : ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકને ટ્રાફિક ચલણ કે ઇ-મેમો ફટકારવામાં આવે છે.હાલ બેંગ્લોરનો એક કિસ્સો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે જેમાં એક દ્રિચક્રી વાહન ચાલકને એટલો લાંબો લચક ટ્રાફિક મેમો ફટકાર્યો છે કે ચારેય બાજુ ચર્ચા થઇ રહી છે.અહેવાલ મુજબ મડીવાલાના અરુણ કુમાર જે શાકભાજી વેચવાનું કામ કરે છે,પરંતુ તેમણે હેલમેટ ન પહેરવાની ખરાબ આદત છે.પરંતુ આ વખતે તેને એટલો તગડો દંડ ફટાકારવામાં આવ્યો છે કે,તેઓ તે હેલમેટ પહેચર્યા વગર બાઇક કે સ્કુટર ચલાવવાનું ક્યારેય વિચારી શકશે નહીં.

સ્કુટરથી પણ મોંઘો ટ્રાઇફ-મેમો

ગત શુક્રવારે ટ્રાફિક પોલીસે અરુણને હેલમેટ વગર સ્કુટર બચાવતા રોક્યો હતો. આમ તો પાંચસો-હજારનો દંડ ચૂકવી આ મામલો અહીંયા જ પતી જતો, પરંતુ અરુણને આશ્ચર્ય ત્યારે થયુ જ્યારે પોલીસે તેને 2 મીટર લાંબો ટ્રાફિક-મેમો પકડાવ્યો.અને આ દંડની રકમ તેના સેકન્ડ હેડ સ્કુટર, જે તેમણે માત્ર 20 હજાર રૂપિયામાં ખરીદ્યુ હતુ તેના કરતા ઘણી વધારે હતી.

77 વખત તોડ્યા ટ્રાફિકના નિયમો

મડીવાલા પોલીસના મતે, અરુણ કુમારે અત્યાર સુધી 77 વખત ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો છે,જેને પગલે તેને 42,000 રૂપિયાનો ટ્રાફિક દંડ ફટકારવામાં આવન્યો છે. નોંધનિય છે કે, પોલીસે સ્કુટર જપ્ત કરી લીધુ છે. હાલ અરુણે આટલા જંગી દંડની ચૂકવણી માટે પોલીસ પાસેથી થોડોક સમય માંગ્યો છે જેથી નાણાંની વ્યવસ્થા કરી શકે.

Share Now