અર્નબ ગોસ્વામી સામે સત્તાના દુરુપયોગે કટોકટીની યાદ અપાવી દીધી : અમિત શાહ

269

મુંબઈઃ મહારાષ્ટ્ર સ્થિત મુંબઈમાં પોલીસે રિપબ્લિક ટીવીના ઇડિટર-ઇન-ચીફ અર્નબ ગોસ્વામીની ગુરૂવારે ધરપકડ કરી લીધી છે.ધરપકડ મામલે અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી રહી છે.જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને આને લોકશાહી માટે શરમજનક ઘટના ગણાવી છે.અમિત શાહે ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.

અમિત શાહે ટ્વીટમાં લખ્યું છે કે, “કૉંગ્રેસ અને તેના સાથી પક્ષોએ ફરી એકવખત લોકશાહીને શરમાવવાનું કામ કર્યું છે.રિપબ્લિક ટીવી અને અર્નલ ગોસ્વામી પર સત્તાનો દુરુપયોગ કરવો એ વ્યક્તિગત સ્વતંત્રતા અને લોકશાહીના ચોથા આધાર સ્તંભ પર હુમલો છે.આ ઘટના આપણને ઇમરજન્સીની યાદ અપાવે છે.ફ્રી પ્રેસ પર આ હુમલાનો અત્યારે અને ભવિષ્યમાં પણ વિરોધ કરવો જોઈએ.”

વિજય રૂપાણીનું ટ્વીટ

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અર્નબ ગોસ્વાનીની ધરપકડનો વિરોધ નોંધાવ્યો છે.વિજય રૂપાણી ટ્વીટ કરીને લખ્યું છે કે, “મહારાષ્ટ્ર સરકારે પોલીસને મોકલીને બળજબરીથી ઘરમાં ઘૂસીને અર્નબ ગોસ્વામી પર જે હુમલો કર્યો છે તે ખરેખર નિંદાપાત્ર છે.મહારાષ્ટ્ર સરકારે ઇન્દિરા ગાંધીના કાળા દિવસોની યાદ અપાવી દીધી છે.સરમુખત્યારશાહીને અનુસરતી કૉંગ્રેસ એ જ છે જેવી 1975માં હતી.”

ઉલ્લેખનીય છે કે 1975ના વર્ષમાં તત્કાલિન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટોની જાહેરાત કરી હતી.આ દરમિયાન અનેક નેતાઓને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા. આ ઘટનાને લોકશાહી માટે કાળી ટીલી સમાન ગણવામાં આવે છે.

શું છે આખો કેસ?

ટેલીવીઝન પત્રકાર અર્નબ ગોસ્વામી અને બે અન્ય પર આરોપ છે કે તેઓએ ઇન્ટિરિયર ડિઝાઇનરને કથિત રીતે તેની બાકી રકમ નહીં ચૂકવી,જેના કારણે 53 વર્ષીય આ ડિઝાઇનર અને તેની માતાને આત્મહત્યા કરવી પડી.આ વર્ષે મે મહિનામાં મહારાષ્ટ્ર સરકારે આ કેસની સીઆઇડી દ્વારા ફરીથી તપાસ કરાવવાના આદેશ આપ્યા હતા.

Share Now