નવસારી : 1.74 લાખનો દારૂ ઝડપાયા બાદ PSI સસ્પેન્ડ, સુરત RR સેલે પાડ્યા હતા દરોડા

387

નવસારી : રાજ્યમાં પોલીસ બેડામાં નવા ડીજીપીના આગમન પછી અનેક બદલાવો જોવા મળી રહ્યા છે.થોડા સમય પહેલાં જ સુરતમાં એક પીઆઈ દારૂના દરોડા મામલે સસ્પેન્ડ કરાયા હતા ત્યારે દક્ષિણ ગુજરાતમાં વધુ એક અધિકારીને સસ્પેન્ડ થવાનો વારો આવ્યો છે.નવસારીના ધોલાઈ મરીન પોલીસ મથકની હદમાં દારૂના દરોડા પડતા જ સ્થાનિક પી.એસ.આઈ શેખને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આ દરોડામાં સુરત આરઆરસેલ દ્વારા 1.74 લાખનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો.

બનાવની વિગત એવી છે કે સુરત આરઆર સેલ દ્વારા બીલીમમોરા નજીક નવસારીના ધોલાઈ મરીન પોલીસ મથકની હદમાં 780 વિદેશી દારૂની બોટલો સાથે એક મહિલા બૂટલેગરની ધરપકડ કરી હતી.આ દારૂનો જથ્થો આશરે 1.74 લાખ રૂપિયાનો હતો. પોલીસની રેડમાં એક ઘરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

આ દરોડામાં પોલીસે જવાત્રી ટંડેલને ઝડપી પાડી હતી આ મહિલા બૂટલેગરે આ દારૂનો જથ્થોઅંકિત પટેલ અને જયેશ પટેલ આપી ગયા હોવાની કેફિયત આપી હતી.પોલીસે આ મામલે મહિલા બૂટલેગરની ધરપકડ કરી અને બેને વોન્ટેડ જાહેર કર્યા છે.જોકે,આ મામલે મરીન પોલીસ મથકની હદમાં આવેલા પોલીસ ઇન્સ્પેક્ટરને ઉચ્ચ અધિકારીના આદેશથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છએ થોડા દિવસો પહેલાં સુરતમાં પણ એક પીઆઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સુરતમાં ડીજીપીએ પીઆઈને સસ્પેન્ડ કર્યા હતા

ટે રાજ્ય પોલીસ વડા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા થોડા દિવસો અગાઉ કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ઝડપાયેલા દારૂનો જથ્થો સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રેડ કરીને ઝડપી લેવામાં આવ્યો હતો જેને લઇને દારૂ જે વિસ્તારમાંથી ઝડપાયો તે વિસ્તાર કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પી.આઇ સસ્પેન્ડ કરવામાં આવ્યા.આમ દારૂબંધીના કાયદામાં સહેજ પણ ઢીલાશ ચલાવી નહીં લેવાય એ સબબનો સ્પષ્ટ સંદેશો ફરજનિષ્ઠ પોલીસ વડા ભાટિયા દ્વારા આપવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે જ્યારથી આશિષ ભાટિયાએ રાજ્યના પોલીસ વડા તરીકેનો ચાર્જ સંભાળ્યો છે ત્યારથી પોલીસ ખાતાને તમામ બાબતોમાં કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.તો વળી પોલીસ ખાતું પોતે જ ક્યાંય શિસ્તનો ભંગ કરતું નજરે પડે તો પણ લાલ આંખ કરવામાં આવી રહી છે.

Share Now