નેતા-પોલીસનું ગઠબંધન સાંસદ-ધારાસભ્યો સામેની ટ્રાયલ રોકે છે

282

નવી દિલ્હી : દેશમાં રાજકારણના અપરાધીકરણને બ્રેક મારવાના સર્વોચ્ચ અદાલતના પ્રયાસોને પોલીસ અને રાજકીય નેતાઓનું ગઠબંધન જ નિષ્ફળ બતાવે છે કે તેઓ ખુલ્લો સુપ્રીમ કોર્ટ સમક્ષ રજુ થઈ હતી.સુપ્રીમ કોર્ટ દ્વારા જે દાગી નેતાઓ છે તેમની સામેના કેસ ઝડપથી ચલાવવા હાલમાં જ તમામ હાઈકોર્ટ અને તે માધ્યમથી જીલ્લા અને ટ્રાયલકોર્ટને આદેશ અપાયા છે અને આશ્ર્ચયર્યજનક રીતે કેરાળા અને કોલકતા હાઈકોર્ટ વતી રજુ થયેલા બે સીનીયર ધારાશાસ્ત્રીઓ તેમના રાજયમાં પોલીસ અને નેતાઓનું ગઠબંધન રાજકારણના અપરાધીકરણને આડકતરી છાવરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી વી.એન.રામન્નાના વડપણ હેઠળની ખંડપઠ સમક્ષ કેરાળા હાઈકોર્ટ વતી રજૂ થયેલા ધારાશાસ્ત્રી પી.એન.રવિન્દરન એ ચોંકાવનારી રજુઆત કરી હતી કે પોલીસ ધરપકડ વોરન્ટનો અમલ કરતી નથી અને તેની પાસેથી રજુ થતા નહી હોવાથી અદાલતી પ્રક્રિયા પણ આગળ વધતી નથી.કોલકતા હાઈકોર્ટ વતી રજુ થયેલા ધારાશાસ્ત્રી કુનાલ ચેટરજીએ પણ આ પ્રકારે જ રજુઆત કરી હતી.
સુપ્રીમ કોર્ટની ખંડપીઠે પોલીસ ધરપકડ વોરન્ટનો અમલ કરતી નથી તેવા હાઈકોર્ટના રીપોર્ટ પર જવાબ આપવા માટે કેરાળા સરકારના ધારાશાસ્ત્રી જી. પ્રકાશને જણાવ્યું હતું.સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી રામન્નાએ કેરાળા સરકારના ધારાશાસ્ત્રીને સીધો પ્રશ્ર્ન પૂછયોહતો કે અમોએ હાઈકોર્ટનો આ રીપોર્ટ જોયો છે? કઈ હાઈકોર્ટ ખોટો રીપોર્ટ આપવાનું કહી શકે? અદાલતી આદેશોનું તમારી પોલીસ પાલન કરે છે તે તમારે દર્શાવવું પડશે. સુપ્રીમ કોર્ટે કેરાળા સરકારની પણ એ મુદે ટીકા કરી હતી કે રાજકીય નેતાઓ સામેના પેન્ડીંગ કેસ ઝડપથી ચલાવવા સરકારે વચન આપ્યું હતું તેનો અમલ થયો નથી. પ.બંગાળ સરકાર સામે પણ સર્વોચ્ચ અદાલતે આ પ્રકારે જ નારાજગી દર્શાવી હતી અને પ્રશ્ન પૂછયો કે શું અદાલતી વોરન્ટનો અમલ કરવાની રાજય સરકારની ફરજ નથી? તમારા રાજયની હાઈકોર્ટ શું કરે છે તે તેઓએ સાંભળ્યું જ હશે.સંભવત પ્રથમ વખત કોઈ હાઈકોર્ટ તેના જ રાજયની સરકારની સામે આ પ્રકારે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરી હોવાનું માનવામાં આવે છે.

Share Now