અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી 2020 માં ડેમોક્રેટ્સને જીત મળવાની સંભાવના છે.જો બાઇડેન હવે બહુમતીના આંકડાથી દૂર નથી. બાઇડેને કમલા હેરિસ (Kamala Harris)ને ઉપરાષ્ટ્રપતિ તરીકે પસંદ કર્યા છે.વિદેશ મંત્રી એસ જયશંકર કહી ચૂકયા છે કે રિપબ્લિકન હોય કે ડેમોક્રેટ અમેરિકન રાષ્ટ્રપતિઓ માટે ભારત એક અગત્યનું પોઇન્ટ છે.બાઇડેન અને હેરિસ બંને છેલ્લાં કેટલાંક અવસર પર એવા નિવેદનો આપી ચૂકયા છે જે ભારતના સ્ટેન્ડથી બરાબર ઉલટા હતા.બંને જ્યારે અમેરિકાના ટોચના બે પદો પર બેસશે તો ભારતે તેમના આ નિવેદનો પાછળના મંતવ્ય સમજીને આગળ વધવું પડશે.
CAA, NRCનો વિરોધ કરી ચૂકયા છે ડેમોક્રેટ જો બાઇડેન
ડેમોક્રેટિક જો બાઇડેન ભારત સરકારના બે નિર્ણયોની ખુલ્લેઆમ આલોચના કરી ચૂકયા છે.તેમણે કાશ્મીરમાં જૂની પરિસ્થિતિને ફરીથી સ્થાપિત કરવાનું જણાવ્યું હતું. બાઇડેનની ચૂંટણી વેબસાઇટ પર મુસ્લિમ-અમેરિકનો માટેના એજન્ડામાં સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન (NRC) નો વિરોધ કર્યો હતો.બાઇડેનની તરફથી કહેવામાં આવ્યું હતું કે CAA અને NRC ભારતમાં બિનસાંપ્રદાયિકતાની પરંપરા સાથે મેળ ખાતો નથી.
પાકિસ્તાનના પ્રત્યે નરમ રહ્યા છે બાઇડેન, અબજો ડોલર આપ્યા
જો બાઇડેન ખાંટી ડિપ્લોમેટ છે. અનેક પ્રસંગોમાં પાકિસ્તાન (Pakistan) ને સાથ આપ્યો છે. 2008માં તેમણે ‘હિલાલ-એ-પાકિસ્તાન’થી નવાજ્યા હતા. પાકિસ્તાનને 4 વર્ષમાં 7.5 અબજ ડોલરની સૈન્ય સહાયતા આપનાર બિલ સાઇન કરાવવામાં પણ બાઇડેનનો રોલ ખાસ્સો હતો. પાકિસ્તાનમાં એ વાતની ચર્ચા જોરો પર છે કે જો બાઇડેનની પસંદગી થઇ તો તેઓ કાશ્મીરનો મુદ્દો ઉઠાવશે.
કમલા હેરિસે કાશ્મીર પર હસ્તક્ષેપના સંકેતો આપ્યા છે
કમલા હેરિસે ભારતના બંધારણમાંથી કલમ 37૦ને હટાવવાનો વિરોધ કર્યો છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં તેમણે કહ્યું હતું કે ‘જો પરિસ્થિતિ ઉભી થઇ તો હસ્તક્ષેપ’ જરૂર પડશે’. સપ્ટેમ્બર 2020માં થયેલા પ્રચાર અભિયાન દરમ્યાન કમલા હેરિસને કાશ્મીરને લઇ પૂછપરછ કરવામાં આવી હતી.તેમણે જવાબ આપ્યો હતો કે હું તેમને કહેવા માંગુ છું કે તેઓ એકલા નથી.અમે જોઈ રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે જો યુ.એસ. કાશ્મીરની ઘટનાઓને કોઈક રીતે પ્રભાવિત કરી શકે કે તે માટે તેમનો ત્યાં પ્રતિનિધિ હોવો જોઈએ.હેરિસે કહ્યું હતું કે, “અમારા આદર્શોનો એક ભાગ એ છે કે આપણે માનવાધિકારના ભંગનો વિરોધ કરીએ છીએ અને જરૂર પડે ત્યારે દખલ પણ કરીએ છીએ.”
કમલા હેરિસ CAAની પણ વિરુદ્ધ
કમલા હેરિસ યુએસ સેનેટરમાંના એક હતા જેમણે ડિસેમ્બર 2019 માં નાગરિકતા સુધારા કાયદા (CAA) ની સામે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો.ત્યારબાદ ડિસેમ્બર 2019મા એક પ્રસ્તાવ મૂકયો હતો.ત્યાબાદ વિદેશ મંત્રી એસ જયશંકરે સેનેટર પ્રમિલા જયપાલને મળવાની ના પાડી દીધી હતી.હેરિસે જયપાલના સમર્થનમાં ટ્વિટ કરી હતી.કમલા કાશ્મીર પર ભારતના આલોચકોની સાથે ઉભા રહી ચૂકયા છે