નવી દિલ્હી તા. ૫ : ICICI બેંક-વીડિયોકોન કેસમાં પ્રવર્તન નિર્દેશાલય ( ED ) એકશન મોડમાં જોવા મળ્યું છે.ખરેખર ICICI બેંકના પૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી અને પ્રબંધ નિદેશ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચર અને વીડિયોકોન ગ્રુપના પ્રવર્તક વેણુગોપાલ દૂત સામે પહેલી ચાર્જશીટ દાખલ કરી છે. પ્રાપ્ત મળતી જાણકારી મુજબ ED એ મની લોન્ડરિંગ રોકધાન કાયદો ( PMLA ) કોલમ હેઠળ આ ચાર્જશીટ દાખલ કરી છે.
ઉલ્લેખનીય છે કે CBI એ કોચર, ધૂત અને અન્યની સામે પ્રાથમિક કેસ દાખલ કર્યા પછી ED એ મની લોન્ડ્રિંગનો ફોજદારી કેસ દાખલ કર્યો હતો.ત્યાર પછી ED એ સપ્ટેમ્બરમાં દીપક કોચરની ધરપકડ કરી હતી.આ દરમિયાન દીપક કોચર કોરોના પોઝિટવ મળ્યાં હતા અને તેમને કેટલાંક દિવસ સુધીહોસ્પિટલમાં રાખવામાં આવ્યાં.
ED એ કોચર દંપતિ અને તેમના વેપાર એકમો પર વીડિયોકોન ગ્રુપની કંપનીઓને ૧,૮૭૫ કરો ડ રૂપિયાની લોન ગેરકાનૂની રીતે આપવા અને તેમાં મની લોન્ડ્રિંગના આરોપ હેઠળ દાખલ કરાઇ છે.
આ લોન મળવાની સાથે બીજા જ દિવસે ૮ સપ્ટેમ્બર ૨૦૦૯ના રોજ વીડિયોકોન ઇંડસ્ટ્રીઝ લિમિટેડે ૬૪ કરોડ રૂપિયાની રકમ તેમના પતિની કંપની ન્યૂપોવર રેન્યુએબલ પ્રાઇવેટ લિમિટેડ (NRPL)ને ટ્રાન્સફર કરવામાં આવી હતી. NRPLને પહેલા ન્યૂપોવર રિન્યુએબલ લિમિટેડ (NRL) ના નામથી ઓળખાતું હતું.