અર્ણબ ગોસ્વામીને વધુ એક મોટો ફટકોઃ હવે આ મામલે પણ મુંબઇ પોલીસે FIR નોંધી

378

રિપબ્લિક ટીવી નેટવર્કના એડિટર ઇન ચીફ અર્ણબ ગોસ્વામી ખરાબ રીતે ફસાતા નજરે પડી રહ્યા છે.મુંબઈ પોલીસે અર્ણબ ગોસ્વામી વિરુદ્ધ બુધવારે સાંજે વધુ એક કેસમાં FIR દાખલ કરી છે. આ પહેલા પોલીસે અર્ણબ ગોસ્વામીની વર્ષ 2018માં એક વ્યક્તિની આત્મહત્યા કરવાના મામલે તેમના મુંબઈ સ્થિત ધરથી ધરપકડ કરી હતી.અર્ણબ ગોસ્વામી વિરુદ્ધ મુંબઈ પોલીસે તાજી FIR મહિલા પોલીસ અધિકારી સાથે કથિત મારામારી કરવાના આરોપમાં દાખલ કરી છે.પોલીસનો આરોપ છે કે જ્યારે મુંબઈ પોલીસની ટીમ સવારે અર્ણબ ગોસ્વામીની ધરપકડ કરવા માટે તેમના ઘરે પહોંચી તો તેમણે પોલીસ સાથે રહેલી મહિલા પોલીસ અધિકારી સાથે મારામારી કરી હતી.

અર્ણબ ગોસ્વામી પર તાજી FIR મુંબઈના NM જોશી માર્ગ પોલીસ સ્ટેશમાં દાખલ કરવામાં આવી છે.તેમની વિરુદ્ધ IPCની કલમ 353 ( મારામારી કે સરકારી કર્મચારીને ડ્યુટીથી રોકવા માટે બળ પ્રયોગ કરવો), કલમ 504 (શાંતિ ભંગ કરવાના ઇરાદે જાણી જોઇને અપમાન કરવું), કલમ 506 (અપરાધિક ધમકી) અને કલમ 34 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.આ પહેલા અર્ણબ ગોસ્વામીએ પોલીસ પર તેમની સાથે મારામારી કરવાનો આરોપ લગાવ્યો હતો.રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્ણબ ગોસ્વામીએ ઇજાના નિશાન દેખાડતા બુધવારે સાંજે કહ્યું હતું કે,પોલીસકર્મીઓએ મને ચારેય તરફથી ઘેર્યો,મને ધક્કો આપ્યો.હું અહીં જોડા વિનાનો છું.. મારી સાથે મારામારી કરવામાં આવી છે.આ દરમિયાન તેમની આસપાસ મુંબઈ પોલીસકર્મી ઉપસ્થિત હતા,જે તેમને પોલીસ સ્ટેશન લઈ જઈ રહ્યા હતા.

તો અર્ણબ ગોસ્વામીના વકીલે પણ જણાવ્યું હતું કે,ધરપકડની જાણકારી તેમની પત્નીને નહોતી. તેમની સાથે 2 પોલીસકર્મીઓએ મારામારી કરી. તેમના પરિવારના સભ્યોને ધક્કો મારવામાં આવ્યો અને ઘરને 3 કલાક માટે બંધ કરી દેવામાં આવ્યું.તમને જણાવી દઈએ કે વર્ષ 2018ની એક આત્મહત્યાને લઈને ધરપકડ થયેલા અર્ણબ ગોસ્વામીને મહારાષ્ટ્ર સરકાર તરફથી ઘેરવામાં આવી રહ્યા છે.કેન્દ્ર સરકારના મંત્રી અને BJP સાથે જોડાયેલા નેતા તેને બદલાની કાર્યવાહી ગણાવી રહ્યા છે. તેને પ્રેસની આઝાદી પર હુમલો ગણાવવામાં આવી રહ્યો છે અને ઇમરજન્સી સાથે તુલના પણ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર,કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, BJP નેતા કિરીટ સૌમ્યાએ અર્ણબ ગોસ્વામીની ધરપકડને પ્રેસની આઝાદી પર હુમલો ગણાવ્યો છે.

Share Now