સુપ્રીમ કોર્ટની દખલગીરીથી બે વાર રાષ્ટ્રપતિ ચૂંટણીનું પરિણામ થયું ઉલટ ફેર : શું આ વખતે પણ આવું થશે ?

283

વોશિંગ્ટન તા. ૫ : અમેરિકામાં રાષ્ટ્રપતિ ચુંટણી તેના રોમાંચક દોરમાં પહોંચી ચૂકી છે.ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર જો બિડેન હજુ ઇલેકટોરલ વોટની રેસમાં આગળ છે.બીજી બાજુ તેના પ્રતિદ્વંદ્વી અને વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાર માનવા તૈયાર નથી.ટ્રમ્પે મોટો આરોપ લગાવીને કહ્યું છે કે ચુંટણીમાં ફ્રોડ થઇ રહ્યો છે.ટ્રમ્પ તે અંગે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયા છે.
એવામાં લોકો વચ્ચે એ વાતની ચર્ચા થઇ રહી છે કે શું અમેરિકી સુપ્રીમ કોર્ટના ચુંટણીના પરિણામોને નક્કી કરે છે.ઉલ્લેખનીય છે કે,અમેરિકાના ચુંટણી ઇતિહાસમાં બે વાર જ એવો મોકો આવ્યો છે જ્યારે ચુંટણી પરિણામ સુપ્રીમ કોર્ટે નક્કી કર્યા છે ત્યારબાદ જ રાષ્ટ્રપતિએ શપથ લીધા છે.

Share Now