US Election : પરિણામમાં વિલંબ, ટ્રમ્પની ઉતાવળ પર આંતરરાષ્ટ્રીય મીડિયાએ શું લખ્યું?

283

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ હજું સ્પષ્ટ થયા નથી.ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડેન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.કેટલીક જગ્યાઓ ઉપર મુકાબલો રોમાંચક થઈ ગયો છે.તો આખો દિવસ દુનિયાની નજર નવા રાષ્ટ્રપતિના નામ પર લાગેલી છે.કાઉન્ટિગ દરમિયાન બંને ઉમેદવારો અલગ-અલગ અંદાજમાં જોવા મળ્યા,જ્યાં ટ્રમ્પ એક વખત ફરીથી જૂઠ બોલ્યા તો બાઈડેન ધીરજ રાખતા જોવા મળ્યા.જાણો મુખ્ય આંતરાષ્ટ્રીય મીડિયાએ શું કહ્યું.

ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યું, “ટ્રમ્પની સુપ્રીમ કોર્ટ જવાની ધમકી અને બાઈડેનનો ધીરજપૂર્વકનો આગ્રહ” NYTએ પોતાના સમાચાર પત્રમાં લખ્યું છે કે,જો બાઈડેન પોતાના સમર્થકોના કારણે કોન્ફિડન્ટ દેખાયા તો ટ્રમ્પ પોતાની જીતનો ખોટો પ્રચાર કરવાની સાથે-સાથે લીગલ ચેલેન્જ આપવાની ધમકી આપવા લાગ્યા.આ સાથે જ ન્યૂયોર્ક ટાઈમ્સે સાત બેટલગ્રાઉન્ડનો ઉલ્લેખ પણ કર્યો જ્યાં પરિણામ ફસાયલા છે.

સીએનએનએ પોતાના અહેવાલમાં લખ્યું છે કે “મતોની ગણતરી બંધ કરવાની ટ્રમ્પની માંગ લોકશાહી પર થપ્પડ છે”. આગળ સી.એન.એન. લખે છે કે, પરિણામો સંપૂર્ણ સ્પષ્ટ ન હોય તેવા સમયે ચૂંટણીઓ વિના મતોની ગણતરી બંધ કરવાની રાષ્ટ્રપતિ ટ્રમ્પની માંગ લોકશાહી સંસ્થા પરનો ખતરનાક હુમલો છે.

BBC

બીબીસીએ લખ્યું છે કે “ટ્રમ્પ અને બિડેન વચ્ચેની રેસ છરીની ધાર જેવી છે.” હજુ સુધી કોઈને સ્પષ્ટ બહુમતી મળી નથી.એરિઝોના,જ્યોર્જિયા,વિસ્કોન્સિન, મિશિગન અને પેન્સિલ્વેનીયામાં ચુસ્ત હરીફાઈ જોવા મળી રહી છે. ” બીબીસીએ વધુમાં લખ્યું છે કે,રાષ્ટ્રપતિ ટ્રમ્પ કોઈ નક્કર પુરાવા વિના ચૂંટણીમાં છેતરપિંડીનો આરોપ લગાવી રહ્યા છે.તે સુપ્રીમ કોર્ટમાં જવાની વાત કરી રહ્યો છે જ્યારે મિલિયન મતોની ગણતરી બાકી છે.તે જ સમયે,બિડેન કહે છે કે અમે વિજયના માર્ગ પર છીએ,જ્યારે ટ્રમ્પ મત ગણતરી બંધ કરવાની વાત કરી રહ્યા છે.

Washington Post

વોશિંગ્ટન પોસ્ટ લખે છે કે “ચૂંટણીની છેતરપિંડી અંગે ટ્રમ્પનો ખોટો આરોપ, વિજયનો દાવો” “લાખો મતોની ગણતરી બાકી છે,તેથી ટ્રમ્પ ચૂંટણીમાં ધાંધલી અંગે ખોટા નિવેદનો આપી રહ્યા છે.” ટ્રમ્પ સત્તાવાર પરિણામોને લઈને કાયદાકીય પડકાર આપી રહ્યા છે અને પ્રીમેચ્યોર જીતનો દાવો કરી રહ્યા છે.તે જ સમયે,તેના વિરોધીનું કહેવું છે કે જ્યાં સુધી બધા મતની ગણતરી નહીં થાય ત્યાં સુધી કશું કહી શકાય નહીં.બાઈડને ખુબ જ ધૈર્ય સાથે દેખાયા.”

TIME

ટાઇમમાં લખવામાં આવ્યું છે કે “જ્યારે દેશભરમાં સત્તાવાર મત ગણતરી ચાલી રહી હતી ત્યારે ટ્રમ્પ વ્હાઇટ હાઉસથી જીતનો ખોટો દાવો કરી રહ્યા હતા.” “રાજ્યના ચૂંટણી અધિકારીઓના જણાવ્યા મુજબ રાષ્ટ્રપતિ અથવા કોઈપણ અન્ય ફેડરલ અધિકારીને પોતાની જીત જાહેર કરવાનો કોઈ કાનૂની અધિકાર નથી. રાજ્ય અને સ્થાનિક ચૂંટણી અધિકારીઓ દરેક મતપત્રકની ગણતરી કરશે. ”

FOX News

ફોક્સ ન્યૂઝે લખ્યું છે કે “રાષ્ટ્રપતિ પદની રેસ હજી નક્કી થઈ નથી. હજી સુધી કોઈને બહુમતી મળી નથી,મતોની ગણતરી ચાલુ છે,પરિણામો વચ્ચે લટકેલા છે. સાત જગ્યાએ ચૂંટણી પરિણામો અટવાયા છે. બંને ઉમેદવારોએ એકબીજા ઉપર મામૂલી લીડ બનાવેલી છે.ટ્રમ્પ જ્યારે મતની ગણતરીના વિરોધી છે,ત્યારે બિડેને લખ્યું છે કે દરેક મતની ગણતરી ન થાય ત્યાં સુધી અમે શાંતિનો શ્વાસ લઈ શકતા નથી.બિડેનના અભિયાનના લોકોનું માનવું છે કે તે 270 ના જાદુઈ આંકડા સુધી પહોંચી શકે છે. ”

ABC News

એબીસી ન્યૂઝે લખ્યું છે કે “ચૂંટણી દિવસ ચૂંટણી વીકમાં ફેરવાઈ રહ્યો છે.” દેશભરમાં મતગણતરી ચાલુ છે.કેટલાક મોટા રાજ્યોમાં કાંટાની સ્પર્ધા જોવા મળી રહી છે. “બંને ઉમેદવારોએ દેશને સંબોધન કર્યું, જ્યાં ટ્રમ્પે સ્ટેજ પરથી પોતાના સંબોધનમાં કહ્યું કે અમે ચૂંટણી જીતી લીધી છે.ટ્રમ્પે મતદાન બંધ કરવાની પણ વાત કરી હતી.એબીસીએ લખ્યું છે કે ટ્રમ્પની જીતનો દાવો ખોટો છે,રાષ્ટ્રપતિ પાસે મતોની ગણતરી અટકાવવાની સત્તા નથી,તેમની જીત અને ચૂંટણીમાં ધાંધલપણાના આરોપો ખોટા અને પાયાવિહોણા છે. ”

મોટાભાગના આંતરાષ્ટ્રીય મીડિયાએ ડાયરેક રીતે ડોનાલ્ડ ટ્રમ્પને જૂઠ્ઠા ગણાવ્યા છે.તેમના નિવેદનોને આંતરાષ્ટ્રીય મીડિયાએ ગંભીરતાપૂર્વક લઈને લોકોને સત્ય વિશે અવગત કરાવ્યા છે. આંતરાષ્ટ્રીય મીડિયાએ ટ્રમ્પના ખોટા નિવેદનોને લઈને તેમની ટીકા કરી છે તો બીજી તરફ બાઈડેનની ધીરજના કારણે તેમના વખાણ પણ કર્યા છે.ભારતના મેન સ્ટ્રીમ મીડિયાએ પણ આંતરાષ્ટ્રીય મીડિયા પાસેથી થોડી-ઘણી શિખામણ લેવાની જરૂરત છે કે,તેઓ પોતાના રાષ્ટ્રપતિના જૂઠને પણ ચલાવી લેતા નથી.

Share Now