માતા-પુત્રની આત્મહત્યાના કેસમાં રિપબ્લીક ટીવીના એડીટર ઈન ચીફ અર્નબ ગોસ્વામીની ધરપકડને ભાજપ દ્વારા “બ્લેક ડે” અને “પ્રેસની સ્વતંત્રતા પર હુમલો” ગણાવવામાં આવતા શિનસેનાએ આ અંગે ભાજપને વખોડી કાઢ્યું હતું.
શિવસેનાના મુખપત્ર ” સામના “ના તંત્રીલેખમાં જણાવ્યું હતું કે આશ્ચર્યજનક વાત છે કે કેન્દ્રના પ્રધાનો અને રાજ્યના ભાજપના નેતાઓએ એમ કહી રહ્યા છે કે અર્નબ ગોસ્વામીની ધરપકડના કારણે મહારાષ્ટ્રમાં “કટોકટી જેવી પરિસ્થિતિ” સર્જાઈ છે.
તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે મિસ્ટર ગોસ્વામીને બુધવારે મુંબઈના તેમના ઘરેથી ઈન્ટિરિયર ડિઝાઇનર અન્વય નાઈકની આત્મહત્યા કરવાના આરોપસર પોલીસે ધરપકડ કરી હતી.અર્નબ ગોસ્વામી અને અન્ય બે લોકો પર રિપબ્લિક ટીવી દ્વારા બાકી નાણાં ચૂકવવાના આરોપસર નાઇક અને બાદમાં તેની માતાની આત્મહત્યા કરવાના આરોપ હેઠળ કેસ દાખલ કરાયો હતો.
“” સામના “” ના તંત્રીલેખમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે અગાઉની રાજ્ય સરકારે અર્નબ ગોસ્વામીને બચાવવા માટે નાઇકના આપઘાત કેસને બંધ કરી દીધો હતો.તેમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજ્યમાં સરકાર વિરુદ્ધ લખવા બદલ ગુજરાતમાં એક પત્રકારની ધરપકડ કરવામાં આવી હતી,જ્યારે ઉત્તર પ્રદેશમાં પત્રકારોની હત્યા કરવામાં આવી છે.
સંપાદકીયમાં જણાવાયું છે, “કોઈને પણ લાગ્યું નથી કે આ ઘટનાઓ કટોકટીની યાદ અપાવે છે.હકીકતમાં,રાજ્યના ભાજપના નેતાઓએ ભૂમિના પુત્ર અન્વય નાઈક માટે ન્યાયની માંગ કરવી જોઈએ.”
સંપાદકીયમાં જણાવ્યું હતું.”એક નિર્દોષ માણસ તેની વૃદ્ધ માતા સાથે આત્મહત્યા દ્વારા મૃત્યુ પામ્યો હતો. મૃત વ્યક્તિની પત્ની ન્યાયની માંગ કરી રહી છે અને પોલીસ કાયદાનું પાલન કરી રહી છે.”
સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે,ચોથા સ્તંભ (લોકશાહીના) પર હુમલો થવાનો સવાલ જ ક્યાં છે? જે લોકો આ કહે છે તેઓએ જ પહેલા આ સ્તંભને કચડી નાંખ્યો છે.કાયદા બધાને માટા સરખા છે અને પછી ભલે વડાપ્રધાન હોય કે સામાન્ય માણસ.