ભાજપના નેતાઓના દબાણથી ડેરા સચ્ચા સોદાના ગુરૂ રામ રહીમને એક દિવસના પેરોલ મળ્યા, 300 જવાનોની હતી સિક્યોરિટી

264

ભાજપના નેતાઓના દબાણથી ડેરા સચ્ચા સોદાના ગુરૂ ગુરમીત સિંઘ રામ રહીમને એક દિવસના પેરોલ મળ્યા હતા અને હરિયાણા સરકારે 300 જવાનોની સિક્યોરિટી સાથે બાબાને ગુરુગ્રામ પહોંચતા કર્યા હોવાના અહેવાલ એક અંગ્રેજી અખબારે પ્રગટ કર્યા હતા.બે સાધ્વી પર બળાત્કાર અને પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાના ગુનામાં રામ રહીમ વીસ વર્ષની જેલ ભોગવી રહ્યા હતા.ભાજપના નેતાઓએ હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરને દબાણ કર્યું હતું કે બાબા રામ રહીમને એક દિવસના પેરોલ મળે એવો બંદોબસ્ત કરો.આ વાતની જાણ માત્ર મનોહરલાલ ખટ્ટર અને એમના ખાસ પસંદગીના પ્રધાનોને હતી.

બીમાર માતાને મળવા રામ રહીમને એક દિવસના પેરોલ અપાયા

બાબા રામ રહીમને 24મી ઓક્ટોબરે પેરોલ અપાયા હતા.રિપોર્ટમાં એવો દાવો કરાયો હતો કે સિક્યોરિટી જવાનોને પણ જાણ નહોતી કે એ લોકો કોને ક્યાં લઇ જઇ રહ્યા હતા.રિપોર્ટમાં એવો દાવો કર્યો હતો કે રામ રહીમની મા ખૂબ બીમાર હોવાથી માતાને મળવા રામ રહીમને એક દિવસના પેરોલ અપાયા હતા.બાબાને સુનારિયા જેલથી ગુરુગ્રામ હૉસ્પિટલ સુધી કડક સિક્યોરિટી હેઠળ લઇ જવાયા હતા.બાબા સવારથી સાંજ સુધી હૉસ્પિટલમાં પોતાની માતા પાસે રહ્યા હતા.

બાબાની સિક્યોરિટી માટે 300 જવાનો

બાબાની સિક્યોરિટી માટે પોલીસની ત્રણ ટુકડી આપવામાં આવી હતી.એક ટુકડીમાં 80થી 100 જવાનો હોય છે.પોલીસની વાનમાં જ બાબાને ગુરુગ્રામ લઇ જવાયા હતા.પોલીસની વાન હૉસ્પિટલના બેઝમેન્ટમાં પાર્ક કરાઇ હતી.બાબાની માતા જે વોર્ડમાં હતી એ આખો વોર્ડ ખાલી કરાવવામાં આવ્યો હતો જેથી બાબા આવ્યાની જાણ કોઇને ન થાય.

Share Now