મુંબઈ તા.10 : મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ધમાસાણ વચ્ચે 27 વર્ષ જુના વોહરા કમીટીના રિપોર્ટને જાહેર કરવાની માંગ ઉઠવા લાગી છે.આ રિપોર્ટમાં દાઉદ ઈબ્રાહીમની સાથે અનેક મોટા નેતાઓની સંડોવણીનો ઉલ્લેખ હોવાની વાત કહેવામાં આવી છે.ભાજપ નેતા અશ્ર્વિની ઉપાધ્યક્ષે કેન્દ્ર સરકારને જેમ બને તેમ જલ્દી આ રિપોર્ટને જાહેર કરવાની માંગ કરી છે.તેવુ કહેવાય છે કે,આ રિપોર્ટ સાર્વજનિક થવાથી અનેક મોટા નેતાઓના અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ સાથેના સંબંધોનો ખુલાસો થશે.જેનાથી મહારાષ્ટ્ર સરકારને પણ અસર થશે.અશ્ર્વિની ઉપાધ્યાયે રિપોર્ટ જાહેર થવા પર સુપ્રીમ કોર્ટમાં જવાની વાત જણાવી છે.ભાજપ નેતાનું કહેવું છે કે દિનેશ ત્રિવેદીની પીઆઈ પર 20 માર્ચ 1997માં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને વોહરા કમીટી પર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.આમ છતાં વોહરા કમીટીના રિપોર્ટ પર કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી એટલું જ નહી.આ રિપાર્ટને જાહેર પણ નથી કરાયેલા બીજેપી નેતાનું કહેવું છે કે વોહરા કમીટીના રિપોર્ટ પર તાત્કાલીક કાર્યવાહી કરવી અને તેને સાર્વજનિક કરવો આવશ્યક છે.દેશ જાણવા ઈચ્છે છે કે દાઉદ સાથે સંબંધ ધરાવતા કેટલા નેતાઓ અત્યાર સુધી લોકસભા, રાજયસભા અને વિધાનસભામાં પહોંચ્યો છે? જો કેન્દ્ર સરકાર દિનેશ ત્રિવેદી કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરીને વોહરા કમીટીનો રિપોર્ટ લોકો સમક્ષ ઉજાગર નહી કરે તો પીઆઈએલ દાખલ કરાશે.સુપ્રીમ કોર્ટના દરવાજો ખટખટાવશે.