લક્ષ્‍‍મીવિલાસ બેન્કનું સિંગાપોરની બેન્ક સાથે મર્જર,શેરધારકોને ઠેંગો

250

અમદાવાદ : આર્થિક સંકટમાં ફસાયેલા લક્ષ્‍મીવિલાસ બેંકનો મામલો હવે સમાપ્ત થતો જોવા મળી રહ્યો છે.તેને ડીબીએસ સાથે મર્જ કરવામાં આવશે તેવા અહેવાલ છે.મોરોટોરિયમના એક મહિના પછી મર્જર પ્રક્રિયા શરૂ થશે.ડીબીએસ આ માટે 2,500 કરોડનું રોકાણ કરશે.લક્ષ્‍મી વિલાસ બેંક પર મોરટોરિયમ 16 ડિસેમ્બરના રોજ સમાપ્ત થશે.

કેન્દ્ર સરકારે ખાનગી ક્ષેત્રની લક્ષ્‍મી વિલાસ બેંક (લક્ષ્‍મી વિલાસ બેંક)ને મોરેટોરિયમ પીરિયડમાં નાખીને અનેક પાબંદીઓ લગાવી દીધી છે.નાણાં મંત્રાલય દ્વારા બેંકને 16 ડિસેમ્બર સુધી (મોરેટોરિયમ) હેઠળ મૂકી દેવામાં આવી છે.કેન્દ્રએ બેંકની ગ્રાહકોની ઉપાડની સીમા (ઉપાડની મર્યાદા) પણ નિર્ધારિત કરી દીધી છે.હવે ગ્રાહકો એક મહિના સુધીના બેંકમાંથી રોજના 25,000થી વધુ ઉપાડી શકશે નહીં.

નહિ કરી શકાય 25 હજારથી વધુનું પેમેન્ટ

નાણામંત્રાલયે લક્ષ્‍મી વિલાસ બેંકને બીઆર એક્ટની ધારા-45 હેઠળ આરબીઆઈ દ્વારા કરાયેલી અરજી અંતર્ગત મોરેટોરિયમ પીરિયડ પર મૂકી દીધી છે.મોરેટોરિયમ પીરિયડ લાગુ થતાં જ હવે બેંક ગ્રાહકોને 25 હજારથી વધુ પેમેન્ટ નહીં કરી શકે.આ માટે હવે આરબીઆઈની પરમીશન લેવી પડશે. આરબીઆઈના આદેશ બાદ જ બેંક 25 હજારથી વધુની રકમ ગ્રાહકને આપી શકશે.

મોરેટોરિયમની અવધિના સમય ગાળા દરમિયાન ગ્રાહકો ઉચ્ચ શિક્ષણ ફી, બિમારી કે લગ્ન જેવા કામો માટે 25 હજારથી વધારે રકમ ગ્રાહક કાઢી શકે છે.જોકે,આ માટે આરબીઆઈની મંજૂરી જરૂરી છે. 2019માં જ લક્ષ્‍મી વિલાસ બેંકમાં મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ હતી.એ સમયે આરબીઆઈએ લક્ષ્‍મી વિલાસ બેંક દ્વારા ઇન્ડિયા બુલ્સ ફાયનાન્સ સાથે મર્જરના પ્રસ્તાવને રદ કરી દીધો હતો.

સપ્ટેમ્બર 2020થી શેરહોલ્ડરો દ્વારા 7 ડિરેક્ટર સામે અવિશ્વાસના પ્રસ્તાવ બાદ આરબીઆઈએ મની ક્રાઈસીસની સમસ્યાનો ભોગ બનેલી આ બેન્કને ચલાવવા માટે મીતા માખનની આગેવાની હેઠળ એક 3 સદસ્યોની કમિટી બનાવી હતી.

Share Now