જમ્મુ-કાશ્મીરમાં મહેબૂબા મુફતી અને ફારુખ અબ્દુલ્લા સહિતના કાશ્મીરી નેતાઓએ કેન્દ્ર સરકારે લાગુ કરેલી કલમ 370ના વિરોધમાં બનાવેલા ગુપકાર ગ્રૂપ પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વિફર્યા છે.શાહે કહ્યુ છે કે,આ લોકો વિદેશી શક્તિઓ જમ્મુ અને કાશ્મીરમાં દખલ આપે તેમ ઈચ્છે છે..શાહે પૂછ્યુ હતુ કે,ગુપકર ગેંગ તિરંગાનુ અપમાન કરી રહી છે અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તેમની આ કાર્યવાહીનુ સમર્થન કરે છે?તેમણે પોતાનુ સ્ટેન્ડ લોકો સમક્ષ સાફ કરવુ જોઈએ.
ગુપકર ગેંગ તિરંગાનુ અપમાન કરી રહી છે
ઉલ્લેખનીય છે કે,મહેબૂબા મુફતી અને ફારુખ અબ્દુલ્લા કલમ 370ના વિરોધમાં એવા નિવેદન આપી રહ્યા છે કે જેના કારણે વિવાદ સર્જાઈ રહ્યા છે.ફારુખ અબ્દુલ્લાએ તો ચીનની મદદથી કાશ્મીરમાં કલમ 370 લાગુ કરીશું તેવુ પણ કહ્યુ હતુ.મહેબૂબા મુફતીએ પણ કહ્યુ હતુ કે,કાશ્મીરના અલગ ધ્વજ નહી ફરકે ત્યાં સુધી તિરંગો નહીં ફરકાવુ.
કાશ્મીરના અલગ ધ્વજ નહી ફરકે ત્યાં સુધી તિરંગો નહીં ફરકાવુ
જોકે છેલ્લા કેટલાક દિવસોથી અપાઈ રહેલા આ પ્રકારના નિવેદન બાદ હવે્ અમિત શાહે જે પ્રકારે ટિપ્પણી કરી છે તે જોતા સ્પષ્ટ થઈ ગયુ છે કે,ભારત વિરોધી વાત કરી રહેલા કાશ્મીરના નેતાઓ સામે કેન્દ્ર સરકાર ઝુકવા માંગતી નથી.