લક્ષ્‍‍મી વિલાસ બાદ મંતા અર્બન કો-ઓપરેટિવ બેન્ક પર RBIએ મુક્યો પ્રતિબંધ : છ માસ સુધી કોઈ દેવું કે ઉધાર નહીં આપી શકે

282

નવી દિલ્હી : ભારતીય રિઝર્વ બેન્કએ લક્ષ્‍મી વિલાસ બાદ વધુ એક બેન્ક પર પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં મંતા અર્બન કો-ઓપરેટિવ બેન્ક પર લગાવ્યો છે. RBI અનુસાર તેને આ બેન્કને કેટલાક આદેશ આપ્યા હતા, જે 17 નવેમ્બર 2020માં બેન્ક બંધ થયા બાદથી છ મહિના સુધી પ્રભાવી થશે

આ આદેશ અનુસાર, આ બેન્ક RBIની પરવાનગી વગર કોઇ દેવુ અથવા ઉધાર નહી આપી શકે અને ના તો પુરા દેવાનું નવીનીકરણ અથવા કોઇ રોકાણ કરી શકશે.બેન્ક પર નવી જમા રકમ સ્વીકાર કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.તે કોઇ ચુકવણી પણ નથી કરી શકતુ અને ના તો ચુકવણી કરવા કોઇ સમજૂતી કરી શકશે.જોકે, RBIએ પ્રતિબંધનો આધાર નથી ગણાવ્યો

અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં રિઝર્વ બેન્કને પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્ક (પીએમસી)માં થઇ રહેલા કૌભાંડની ખબર પડી હતી. આ કૌભાંડ સામે આવતા જ RBIએ બેન્ક પર પ્રતિબંધ લગાવી દીધો હતો.બેન્કને સંકટથી બચાવવા માટે RBIએ 24 સપ્ટેમ્બર 2019માં પૈસા કાઢવા પર એક સીમા અથવા મોરેટોરિયમ લગાવી દીધો હતો

આ પહેલા નાણાકીય સંકટમાંથી પસાર થઇ રહેલી ખાનગી ક્ષેત્રની લક્ષ્‍મી વિલાસ બેન્ક પર એક મહિના સુધી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.આ પ્રતિબંધમાં બેન્કનો કોઇ ખાતાધારક વધુમાં વધુ 25,000 રૂપિયા સુધી પૈસા ઉપાડી શકશે. બેન્કની ખરાબ નાણાકીય હાલતને જોતા આ પગલુ ભરવામાં આવ્યુ છે.ભારતીય રિઝર્વ બેન્કે એક નિવેદનમાં કહ્યુ કે બેન્ક તરફથી વિશ્વસનીય પુનરોદ્વાર યોજના રજૂ ના કરવાની સ્થિતિમાં જમા ધારકોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.સાથે જ બેન્કિંગ અને નાણાકીય વિસ્તારની સ્થિરતાના હિતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યુ છે

કેન્દ્રીય બેન્કે કહ્યુ કે આ સિવાય કોઇ વિકલ્પ બાકી નહતો. માટે બેન્કિંગ નિયમન અધિનિયમ 1949ની કલમ 45 હેઠળ કેન્દ્ર સરકારે ખાનગી વિસ્તારની બેન્ક પર પ્રતિબંધ લગાવ્યો છે. યસ બેન્ક બાદ આ વર્ષે મુશ્કેલીમાં ફસાયેલી લક્ષ્‍મી વિલાસ બેન્ક ખાનગી વિસ્તારની બીજી મોટી બેન્ક બની ગઇ છે.યસ બેન્ક ઉપર માર્ચમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. સરકારે ત્યારે ભારતીય સ્ટેટ બેન્ક (SBI)ની મદદથી યસ બેન્કને બહાર કાઢી હતી. એસબીઆઇએ યસ બેન્કની 45 ટકા ભાગીદારીના બદલે 7,250 કરોડ રૂપિયા લગાવ્યા હતા

Share Now