વિશ્વમાં કોરોનાનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને અત્યારસુધીમાં 5.59 કરોડથી વધુ લોકો કોરોના ધી સંક્રમિત થઈ ચૂક્યા છે અને નોંધાયેલા આંકડા ની વાત કરીએ તો લગભગ 13.42 લાખ લોકોનાં કોરોના થી મોત થઈ ચૂક્યાં છે,આ પૈકી અમેરિકામાં જ કોરોના સંક્રમિતોનો આંક 1.16 કરોડ ને વટાવી ચુક્યો છે અનેઅત્યારસુધીમાં 2.54 લાખ લોકો ના મોત થઈ ગયા છે.આ આંકડા સતાવાર જાહેર કરતા www.worldometers.info/coronavirus મુજબના છે.બ્રિટન માં છેલ્લા માત્ર 24 કલાક માં જ એક દિવસમાં 598 લોકોનાં મોત થઇ જતા લોકો માં ગભરાટ જોવા મળી રહ્યો છે અને સરકાર માં દોડધામ મચી ગઇ છે.
બ્રિટનમાં સ્થિતિ બગડતા દેશના કેટલાક ભાગમાં કેટલાંક સપ્તાહ માટે આંશિક લોકડાઉન લગાવાયું હતું પણ તેનું કોઈ સકારાત્મક પરિણામ મળ્યુ નહતું અને 24 કલાક દરમિયાન મૃત્યુ પામનારાઓનો આંકડો અગાઉના દિવસોની સરખામણીમાં ઝડપથી વધ્યો છે.કુલ 598 લોકોનાં મોત થયાં છે.તેની સાથે જ લગભગ 22 હજાર નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. બ્રિટનમાં હવે મૃત્યુ પામનારાઓનો આંકડો 52 હજાર 745 થયો છે.ખાસ વાત એ છે કે 12 મે પછી એક દિવસમાં મૃત્યુ પામનારાઓનો આંકડો ખૂબ જ ઝડપથી વધતા તંત્ર માં દોડધામ મચી ગઇ છે અને કોરોના ની કોઈ રસી નહિ મળતા લોકો પરેશાન છે.