સુરતથી પાવાગઢ દર્શન માટે જઈ રહ્યા હતા નડ્યો અકસ્માત, 11 લોકોના મોત

348

વડોદરા, તા. 18 : વડોદરા શહેર નજીક અમદાવાદ તરફ જતા વાઘોડિયા રોડ પાસે બ્રિજ પર આજે વહેલી સવારે ચાર વાગ્યાના સુમારે એક ટેમ્પો અને ડમ્પર અથડાતા 15 વ્યક્તિને ઈજા થઈ હતી.આ અકસ્માતમાં 11 વ્યક્તિના મોત નિપજ્યા હોવાનું જાણવા મળે છે.જેમાં પાંચ મહિલા,બે બાળક અને ચાર પુરુષ છે બાકીના 16 સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.મૃતકોની ઓળખ વિધિ ચાલી રહી છે.

વડોદરાના કપુરાઈ ચોકડી થી અમદાવાદ તરફ જવાના રસ્તે બાયપાસ પાસે વાઘોડીયા રોડ બ્રિજ પર એક ટેમ્પોમાં 15થી વધુ વ્યક્તિ બેસીને જતા હતા ત્યારે સામેથી આવી રહેલા ડમ્પર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેને કારણે ટેમ્પોમાં બેઠેલા મુસાફરો ફસાઈ ગયા હતા.આ બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને થતાં ઘટનાસ્થળે પહોંચી જઈ ફસાયેલા 15 વ્યક્તિને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અકસ્માતના બનાવ ને પગલે વડોદરા શહેરના બાયપાસ પર સતત એક કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતના બનાવમાં ટેમ્પોમાં બેસીને 15 વ્યક્તિ પાવાગઢ ખાતે દર્શન કરવા જતા હતા. તેઓ સુરતના રહેવાસી હોવાનું જાણવા મળે છે.અકસ્માતના બનાવને પગલે વડોદરા શહેરના બાયપાસ પર સતત એક કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતના બનાવમાં ટેમ્પોમાં બેસીને 26 વ્યક્તિ પાવાગઢ ખાતે દર્શન કરવા જતા હતા. તેઓ સુરતના રહેવાસી હોવાનું જાણવા મળે છે.

અકસ્માતમાં 11 મૃતકોની યાદી

– દયા બટુકભાઇ જીંજાળા

– સચિન અરશીભાઇ બલદાણીયા

– ભૌતિક ખોડાભાઇ જીંજાળા

– દક્ષા ઘનશ્યામભાઇ કલસરીયા

– સોનલબેન બીજલભાઇ હડીયા

– દિનેશ ઘુઘાભાઇ બદલાણીયા

– આરતી ખોડાભાઇ જીંજાળા

– પ્રિન્સ ઘનશ્યામ કલસરીયા (ઉ.10થી 12 વર્ષ)

– હંસાબેન ખોડાભાઇ જીંજા

– ભવ્ય બિજલ હડીયા (ઉ. 7થી 8 વર્ષ)

– સુરેશ જેઠા જીંજાળા

Share Now