
સ્વીડન : સ્વીડન સ્થિત મુસ્લિમ મહિલા શિક્ષિકા સરાગુલ સૌતબેએ લખેલા પુસ્તકમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે.જે મુજબ તે ચીનથી સ્વીડન આવી છે.અને ચીનમાં એજ્યુકેશન કેમ્પમાં રાખવામાં આવતા મુસ્લિમોને તેઓના પવિત્ર દિવસ ગણાતા શુક્રવારે સુવરનું માંસ ખાવા મજબુર કરવામાં આવે છે.જો તેઓ ઇન્કાર કરે તો તેમના ઉપર ભયંકર જુલમ ગુજારવામાં આવે છે.
સરાગુલની આ વાતને અન્ય મુસ્લિમ મહિલા જુમરેત દાઉદે પણ સમર્થન આપ્યું છે.તેના ઉપર પણ જુલમ ગુજારાતો હતો તથા પૂછપરછના બહાને માનસિક ત્રાસ અપાતો હતો.તેના પતિ પાકિસ્તાની મૂળના છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે .