ક્રિસમસ ઉપર ચર્ચમાં જનાર હિન્દુઓને અમે બરાબર સબક શીખવાડીશુ : બજરંગ દળના વાયરલ વિડીયોથી ચકચાર

240

નવી દિલ્હી તા. ૭ : ‘હિન્દુ થઇને ક્રિસમસ પર ચર્ચ ગયા તો ખબરદાર છે’ એવા મતલબની બજરંગ દળના નેતાઓએ ઉચ્ચારેલી ધમકીઓને લઇને આસામ પોલીસે તપાસ હાથ ધરી છે.

‘જો ચર્ચ ઉપર ગયા તો મારીશુ’ તેવા ભડકાઉ ઉચ્ચારણો વાળી વાયરલ થયેલ કિલપ પર આસામના કછાર જિલ્લા પ્રશાસને છાનબીન શરૂ કરી દીધી છે.કછારના ઉપાયુકત કીર્તી જલ્લીએ જણાવ્યાનુસાર હજુ સુધી તો આ મામલે ગુન્હો દાખલ નથી કરાયો.પરંતુ તપાસ શરૂ કરાઇ છે.કોઇની ફરીયાદ અને પુરાવાઓ મળ્યે કાર્યવાહી કરાશે.

જે વિડીયો ફરી રહ્યો છે તેમાં બજરંગદળના કછાર પ્રભારી મિથુન નાથે ૩ ડીસેમ્બરે સંગઠનના સભ્યોને સંબોધન કરતા જણાવેલ કે ક્રિસમસ પર કોઇ હિન્દુને ચર્ચ પર જવા અનુમતી નહી અપાય.વિડીયોમાં આવુ બોલતા સંભળાય છે.આવુ કરનારને મારવામાં આવશે.ઇસાઇ આપણા મંદિરો બંધ કરાવી દયે અને આપણે તેમના ચર્ચ પર મોજ મસ્તી કરવા પહોંચી જઇએ તે યોગ્ય ન કહેવાય.આવા લોકોને અમે સબક શીવાડીશું.તેવા સંવાદો પણ આ વિડયોમાં હોવાનું ખુબ ચર્ચાય રહ્યુ છે.

ઇસાઇ બહુલ મેઘાલયની રાજધાની શીલાંગમાં રામકૃષ્ણ મિશન સાથે સંકળાયેલ વિવેકાનંદ કેન્દ્રને કહેવાતા કારણોસર બંધ શા માટે કરાવી દીધુ? તેવા સવાલો પણ ઉઠાવાય છે.

Share Now