ન્યુ યર પાર્ટી યોજાય તે પૂર્વે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો લાખો રૂપિયાનો વિદેશી દારૂ

319

ન્યુ યર પાર્ટી યોજાવા ને હવે ગણતરીના દિવસો બાકી છે.ત્યારે ન્યુ યર પાર્ટી યોજાય તે પૂર્વે જ રાજકોટ શહેર પોલીસ દ્વારા એક બાદ એક વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે.રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ તેમજ રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા બે જુદી જુદી જગ્યાએ દરોડો પાડવામાં આવ્યા છે.જેમા બે લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.તો સાથે જ બે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

સમગ્ર મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર ગઢવીએ જણાવ્યું હતું કે,અમારા પી.એસ.આઇ એસવી ખાખરાની ટીમને બાતમી મળી હતી કે,અતુલ મનસુખભાઈ મકવાણા નામનો વ્યક્તિ કુવાડવા ગામથી સરદાર તરફના રસ્તે જય વિદેશી દારૂનો જથ્થો ભરીને કારમાં રાજકોટ શહેરમાં કટીંગ અર્થે લાવી રહ્યો છે.ત્યારે ચોક્કસ બાતમીના આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અતુલ મકવાણા વોચમાં હતી.ત્યારે અતુલ મકવાણા કારમાં કુવાડવા ગામથી સરદાર તરફ આવતા રસ્તેથી પસાર થતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ફિલ્મી ઢબે તેનો પીછો કરવામાં આવ્યો હતો.ત્યારે અતુલ મકવાણા સરધાર ગામથી ભરુડી ટોલનાકા સુધી પહોંચતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.ત્યારે અતુલ પાસે આવી રહેેલી કારમાંથી મેકડોવેલ્સ વીસકી બોટલ નંગ 144, રોયલ ચેલેન્જ વીસકી બોટલ નંગ 72 મળી આવી હતી.ત્યારે કાર તેમજ વિદેશી દારૂ ના મુદ્દામાલ સહિત કુલ 343600 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

તો બીજી તરફ રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા પણ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.સમગ્ર મામલે તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.વી ધોળાએ જણાવ્યું હતું કે,અમારા પી.એસ.આઈ વી.પી આહીર અને તેમની ટીમને બાતમી મળી હતી કે,અનુપમ ભાઈ ઉર્ફે અનિલ હાલોરી નામનો વ્યક્તિ પ્રોહીબીશનના ધંધા સાથે સંકળાયેલો છે.ત્યારે ચોક્કસ બાતમીના આધારે અમારી ટીમ દ્વારા ન્યુ 150 ફૂટ રીંગ રોડ પર પંડિત દિન દયાલ આવાસ યોજના ક્વાર્ટરની પાછળ આવેલા એક ખરાબાની જગ્યા માં રેડ કરતા દારૂના જથ્થા સાથે અનુપમ મળી આવતા તેની દારૂના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે.

Share Now