તહેરાન: શું ઈરાને પોતાના પરમાણુ વૈજ્ઞાનિક મોહસિન ફખરીજાદેહ (Mohsen Fakhrizadeh)ના મોતનો બદલો લઈ લીધો? આ સવાલ ઊભો થયો છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોથી.જેમાં ઈઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદના કમાન્ડરની હત્યાની વાત કરવામાં આવી છે.ઈરાને મોસાદ પર ફખરીજાદેહની હત્યાનો આરોપ લગાવ્યો હતો અને બદલો લેવાની ધમકી પણ આપી હતી.
ગુપ્તચર ટીમે આપ્યો અંજામ
ઈરાનના મીડિયાએ આ જાણકારી આપતા કહ્યું કે ઈઝરાયેલની રાજધાની તેલ અવીવમાં 45 વર્ષના મોસાદના કમાન્ડર ફહમી હિનાવીની હત્યા કરવામાં આવી.હત્યા કઈ રીતે કરાઈ તેની હજુ જાણ થઈ નથી.સોશિયલ મીડિયા પર લોકો તેને ઈરાનનો બદલો ગણાવી રહ્યા છે.અનેક દાવા છે કે ઈરાનની ગુપ્તચર ટીમે આ વારદાતને અંજામ આપ્યો.
ખોટા છે ન્યૂઝ
સોશિયલ મીડિયા પર ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.જેને હિનાવી ગણાવવામાં આવી રહ્યો છે.પરંતુ વીડિયોના નકલી હોવાના દાવા પણ થઈ રહ્યા છે. સાઉથફ્રન્ટ નામની વેબસાઈટ પર કહેવાયું છે કે મોસાદ કમાન્ડરની હત્યાની ખબર એકદમ ખોટી છે.તેઓ હેમખેમ છે.વેબસાઈટના રિપોર્ટમાં કહેવાયું કે ફહમી હિનાવીની હત્યાની ખોટી ખબર ઈરાનની સમાચાર એજન્સીના એક પત્રકારે ફેલાવી.ત્યારબાદ લેબનાની મીડિયાએ તેને સનસની બનાવી દીધી.
This is not confirmed, but reports are circulating of the assassination of the Israeli Mossad commander Fahmi Hinawi near Tel Aviv. pic..com/Z9olXfZxLM
– Arab News Today (@ArabNewsToday) December 5, 2020
કમાન્ડર નહીં શ્રમિક હતો
ઈરાની મીડિયાનો દાવો છે કે ઈઝરાયેલી મોસાદ કમાન્ડરને ગુરુવારે એ સમયે ગોળી મારી દેવાઈ કે જ્યારે તે કારમાં ટ્રાફિક સિગ્નલ પર થોભ્યો હતો.હુમલાખોરોએ 15 ગોળીઓ છોડી.જેનાથી તે ઘટનાસ્થળે જ માર્યો ગયો.જ્યારે બીજા પક્ષનું કહેવું છે કે માર્યો ગયેલો વ્યક્તિ એક સામાન્ય શ્રમિક હતો.જેને ફહમી હિનાવી બનાવીને રજુ કરાયો.આ ઘટના અંગે ઈઝરાયેલ તરફથી કોઈ અધિકૃત ટિપ્પણી આવી નથી.
પરમાણુ કાર્યક્રમના પ્રમુખ હતા Fakhrizadeh
ઈરાનનો આરોપ છે કે મોહસિન ફખરીજાહેહની હત્યા ઈઝરાયેલે કરાવી છે.ફખરીજાદેહની હત્યા 27 નવેમ્બરે તેહરાનમાં રિમોટકંટ્રોલવાળી મશીનગનથી થઈ હતી. મોહસિન ઈરાનના પરમાણુ કાર્યક્રમના પ્રમુખ હતા.અત્રે જણાવવાનું કે 2010થી 2012 વચ્ચે ઈરાનના અનેક ન્યૂક્લિયર સાયન્ટિસ્ટ્સ માર્યા ગયા હતા.આ તમામ મોહસિનના સહભાગી હતા.