8 લાખથી વધુ શરણાર્થી રોહિંગ્યા મુસલમાનોને બાંગ્લાદેશએ ટાપુ પર મોકલી આપ્યાં

329

બાંગ્લાદેશમાં લગભગ 8 લાખથી વધારે શરણાર્થી રોહિંગ્યા મુસલમાનો રહે છે.જેમાંથી એક લાખ જેટલા રોંહિંગ્યા મુસલમાનોને બાંગ્લાદેશથી દુર આવેલા એક ટાપુ પર મોકલી આપવામાં આવ્યા છે.રોહિંગ્યા શરણાર્થીના મામલામાં બાંગ્લાદેશ ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે.બાંગલાદેશ સરકારે 1600થી વધારે રોહિંગ્યા મુસલમાનોને બગાળની ખાડીમાં આવેલા ભાસન ચાર આઇલેન્ડ પર મોકલી રહી છે.જો કે સરકારનો એવો દાવો છે કે શરણાર્થીઓને જબરદસ્તી આઇલેન્ડ પર નથી મોકલાઇ રહ્યા.પરંતુ કેટલાં માનવ અધિકાર સંગઠનોએ આ પ્રક્રિયા સામે સવાલો ઉઠાવ્યા છે.

રોહિંગ્યા શરણાર્થીઓને જયાં મોકલવામાં આવી રહ્યા છે તે ભાસન ચાર આઇલેન્ડ બંગાળની ખાડીમાં આવેલો છે અને આ આઇલેન્ડ હિમાલયના કાંપમાંથી બનાવવામાં આવ્યો છે.આ આઇલેન્ડને 20 વર્ષ પહેલાં સમૃદ્ધમાંથી શોધી કાઢવામાં આવ્યો હતો.અહીં વારંવાર પૂર આવવાની ઘટના બનતી રહે છે.આ આઇલેન્ડનો મોટાભાગનો હિસ્સો ચોમાસામાં પાણીથી ભરાયેલો રહે છે.જાણવા મળેલી વિગત મુજબ બાંગ્લાદેશ સરકાર આ આઇલેન્ડ પર હજારથી વધારે બિલ્ડીંગ્સ બનાવવાની તૈયારીમાં છે, જેમાં લાખો શરણાર્થીઓને રાખી શકાય. 1642 રોહિંગ્યા મુસલમાનોનો પહેલો સમૂહ 4 ડિસેમ્બરે ચટગાંવથી નૌસૈનિકોના જહાજમાં ભાસન ચાર આઇલેન્ડ પર પહોંચાડવામાં આવ્યો હતો.

યુનાઇટેડ નેશન્સમાં હ્યુમન રાઇટસ પર રિપોર્ટ કરનારી યાંગી લીનું કહેવું છે કે એ કહેવું મુશ્કેલ છે કે ભાસન ચાર આઇલેન્ડ મનુષ્યના રહેવા લાય ક છે નહીં.કોઇ પણ ઠોસ યોજના વગર કે સંમતિ વગર રોહિંગ્યાઓને આ આઇલેન્ડ પર મોકલવું એ એક નવી મુસીબતને આમંત્રણ આપવા જેવું છે.આ આઇલેન્ડ પર પૂર અને વાવાઝોડાનું જોખમ હમેંશા રહેતું હોય છે.

રોહિંગ્યા મુસલમાનોને ભાસન ચાર આઇલેન્ડ પર મોકલવાની યોજના 2017થી ચાલી રહી છે. 2018માં પ્રધાનમંત્રી શેખ હસીનાએ કહ્યું હતુ કે આ એક અસ્થાયી વ્યવસ્થા હશે.જો કે તેમના મંત્રીએ કહેલું કે જયાં સુધી રોહિંગ્યા મ્યાનમાર પરત નહીં જાય ત્યાં સુધી તેમને અહીંથી બહાર જવા દેવામાં નહીં આવે.

રોહિણ્યા શરણાર્થી મુસલમાન મૂળ મ્યાનમારના રખાઇન પ્રદેશના રહેવાસી છે.મ્યાનમારની મોટાભાગની વસ્તી બૌધ્ધ છે.મ્યાનમારની સરકાર આ રોહિંગ્યા મુસલમાનોને નાગરિકતા આપવા ઇન્કાર કરતી રહી છે.રખાઇનમાં કેટલાયે વર્ષોથી ચાલી રહેલી સાંપ્રદાયિક હિંસાને કારણે લાખો લોકોને મ્યાનમારમાંથી હટાવી દેવાયા હતા.મ્યાનમારમાં બચેલા રોંહિંગ્યા આજે પણ શરણાર્થી કેંપમાં આશરો લઇ રહ્યા છે.

Share Now