‘સારે કિસાન રાજનીતિ કર રહે હૈં, કેવલ નરેન્દ્ર મોદી ખેતી કર રહે હૈં.’ આવી સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરનાર ડિલિવરી-બૉયની ધરપકડ

269

‘સારે કિસાન રાજનીતિ કર રહે હૈં, કેવલ નરેન્દ્ર મોદી ખેતી કર રહે હૈં.’ ખેડૂત આંદોલનના સમયે જ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે એલફેલ ભાષામાં એફ.બી. અને વૉટ્સઍપમાં આવી પોસ્ટ કરનાર વડોદરામાં રહેતા ડિલિવરી-બૉય શૈલેષ છગનભાઈ પરમારની ખંભાત સિટી પોલીસે ધરપકડ કરીને રાષ્ટ્રીય એકતાને તેમ જ રાજ્ય વિરુદ્ધ અને જાહેર શાંતિ જોખમાય એવી પોસ્ટ કરવા બદલ ગુનો નોંધ્યો છે.

ખંભાત સિટી પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી કે ‘ખંભાત કી શાન’ નામના ફેસબુક ગ્રુપમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધમાં અલગ-અલગ પોસ્ટ કરેલી છે.શૈલેષ પરમાર નામના ફેસબુક અકાઉન્ટધારકે ‘કમેન્ટ કરો તો દારૂ પીને કરજો, કારણ કે ૫૬ છાતી ત્યારે જ ફૂલે છે’, ‘કલ મુસલમાન નીકલે થે, આજ કિસાન નીકલે હૈ ઓર કલ નૌજવાન નીકલેગે; આખીર એક-એક કરકે ક્યુ નિકલતે હો, એકસાથ પૂરા હિન્દુસ્તાની કયુ નહી નીકલતે?’, ‘ગુજરાતના ખેડૂતો જાગ્યા… છોટાઉદેપુર, ભાવનગર, કચ્છ સહિતના ખેડૂત દિલ્લી રવાના… જાગો ખેડૂઓ જાગો, હક ન મળે તો છીનતા શીખો…’

Share Now