
નવી દિલ્હી,તા. ૮: સુપ્રીમ કોર્ટે અર્નબ ગોસ્વામી અને રિપબ્લીક ટીવીની સંપાદકીય ટીમ સામે મુંબઇ પોલીસની એફઆઇઆર વિરૂધ્ધ સુનાવણી કરવાની ના પાડી દીધી.જસ્ટીસ ડીવાય ચંદ્રચુડ અને ઇંદિરા બેનર્જીની બેંચે અરજી પર વિચાર કરવા પર અસંતોષ વ્યકત કરીને સુચન કર્યું કે તે પાછી ખેંચી લેવામાં આવે અને અન્ય ઉચિત ઉપાયોનું પાલન કરવામાં આવે.
અરજદારોના વકીલો જણાવ્યું કે અરજી ચેનલ અને તેના કર્મચારીએઓની પાછી પડી જવા સામે સુરક્ષાની માંગ માટે કરાઇ છે.કોર્ટે કહ્યું કે આ અરજી થોડી મહત્વાકાંક્ષી પ્રકૃતિની છે.તેમ એવું ઇચ્છો છો કે મહારાષ્ટ્ર પોલીસ તમારા કોઇ કર્મચારીની ધરપકડ ન કરે અને કેસને સીબીઆઇને સોંપે તેમ તેને પાછી ખેંચી લો. ત્યાર પછી આ અરજીને પાછી ખેંચી લેવાઇ હતી.