ચીન-પાકિસ્તાને ગુજરાત બોર્ડર પાસે યુદ્ધાભ્યાસ શરુ કર્યો

287

– બંને દેશોની સેનાઓ વચ્ચે વાસ્તવિક યુદ્ધની તાલીમમાં સુધારો આવશેઃ ચીની સેના

બેઇજિંગ : વર્ષોથી ભારત વિરુદ્ધ વૃત્તિઓમાં પરોવાયેલા ચીન અને પાકિસ્તાને ગુજરાત બોર્ડર પાસે સ્થિત પાકિસ્તાની એરબેઝ પર યુદ્ધાભ્યાસ શરુ કર્યો હતો.ચીને તેના ફાઇટર પ્લેન્સ અને સૈનિકોને પાકિસ્તાન આર્મી સાથે યુદ્ધાભ્યાસ માટે મોકલાની જાહેરાત સોમવારે રહી હતી.

પાકિસ્તાન સાથે ભારતની ગુજરાત બોર્ડર નજીક યુદ્ધાભ્યાસને લઇને ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ તેના નિવેદનમાં કહ્યુ હતં તે ચીની એરફોર્સના સૈનિકોને સાત ડિસેમ્બરે ચીન-પાકિસ્તાન સંયુક્ત એરફોર્સ યુદ્ધાભ્યાસ શાહીન(ઇગલ)-IX માં ભાગ લેવા માટે પાકિસ્તાનના સિંધના ભોલારીમાં પાકિસ્તાની એરબેઝ પર મોકલવામાં આવી રહ્યા છે.બંને દેશોના યુદ્ધાભ્યાસ પર ચીનનું કહેવુ હતું કે, યુદ્ધાભ્યાસ બંને સેનાઓની શક્તિઓની 2020 સહયોગ યોજાનાની પરિયોજના રુપે છે.જેનાથી સૈનાઓ વચ્ચે સંબંધોના વિકાસને પ્રોત્સાહન મળશે,તેમજ બંને દેશોની એરફોર્સ વચ્ચે વ્યવહારિક સહયોગ વધશે અને વાસ્તવિક યુદ્ધની તાલીમ પણ સુધરશે.

ઉલ્લેખનીય છે કે ભારતનો ચીન સાથે તેની વિસ્તારવાદની નીતિને લઇને વિવાદ ચાલી રહ્યો છે.લદાખ એલઓસી પર ચીની સૈનિકો અને ભારતીય જવાનો વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ બાદ ઉભો થયેલ આ વિવાદ વધી રહ્યો છે.તો બીજી તરફ પાકિસ્તાન તરફથી ભારતમાં આતંક ફેલાવાની વૃત્તિ જગજાહેર છે.બંને દેશો સાથે ભારતના સંબંધો સંઘર્ષભર્યા રહ્યા છે.

Share Now