ભારત બંધથી અર્થતંત્રને પડ્યો 30 હજારો કરોડનો ફટકો, આંકડો જાણી આંખ થઈ જશે ચાર

281

ગઈકાલે ખેડૂત યુનિયનો અને ટ્રેડ યુનિયન દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાન માં એક જ દિવસમાં અર્થતંત્રને અસહ્ય ફટકો લાગી ગયો છે અને એક જ દિવસમાં અર્થતંત્રને રૂપિયા 30 હજાર કરોડ જેટલી જંગી ખોટ ગઈ હોવાનો અર્થતંત્રના નિષ્ણાંતોએ અંદાજ કાઢયો છે.

એમણે કહ્યું છે કે ભારત બંધના એલાનને પગલે આમ લોકો કરતા રોજમદાર મજૂરો પર સૌથી વધુ ખરાબ અસર પડી છે અને આ ભયંકર નુકસાનની ભરપાઈ કરવામાં ઘણો બધો સમય લાગી જશે.અર્થતંત્રના આંકડાઓના નિષ્ણાંત અને આર્થિક બાબતોના જાણકારો પ્રણવ સૈન દ્વારા મીડિયાને ઉપરોક્ત માહિતી આપવામાં આવી છે અને તેમણે વધુમાં એમ પણ કહ્યું કે ફક્ત એક જ દિવસ આખા દેશમાં કારોબાર બંધ રહેવાથી રૂપિયા 30 હજાર કરોડની મોટી ખોટ ગઈ છે.એમણે એવો અંદાજ પણ બાંધ્યો છે કે આમ તો રૂપિયા 25 થી 30 હજાર કરોડની આ જંગી ખોટ ભરપાઈ કરવામાં લાંબો સમય લાગી શકે છે પરંતુ અર્થતંત્ર ઝડપથી ગતિ પકડે તો ટુંકા ગાળામાં પણ આ ભરપાઈ થઈ શકે એમ છે.અર્થતંત્રના દરેક ક્ષેત્રમાં ભારત બંધના એલાનને પગલે મોટા ફટકા લાગ્યા છે.

તેમણે એવી ચેતવણી પણ આપી છે કે જો આ ખેડૂત આંદોલન નો મામલો લાંબો ચાલે છે અને તેનો જલદીથી કોઈ હલ નહી નીકળે તો આગામી દિવસોમાં તેની ભારે મોટી કિંમત ચૂકવવી પડશે અને અર્થતંત્ર કોરોનાવાયરસ મહામારીને પગલે આમ પણ આફતમાં છે ત્યારે વધુ નુકસાન સહન કરવાનો વારો આવશે.

કેન્દ્ર સરકારે જેમ બને તેમ જલ્દી આ આંદોલનનો અંત લાવવા માટે નો પ્રયાસ કરવો જોઈએ અને અર્થતંત્રને વધુ નુકસાન થતું અટકાવવા માટે સક્રિય પ્રયાસ કરવા જોઈએ.

Share Now