મહામારીને કારણે બેંકોને રૂ.12 લાખ કરોડના નુકશાનનો અંદાજ

269

ગ્લોબલ કન્સલન્ટસી ફર્મ મૈંકિંજીએ અનુમાન લગાવ્યું છે કે કોરોના રોગચાળાને કારણે ભારતમાં બેંકોને વર્ષ 2024 સુધી આશરે 12 લાખ કરોડ રૂપિયાના નુકશાનનો સામનો કરવો પડી શકે છે.બેંકોની આવકને 5.5 લાખ કરોડનું નુકશાન અને લોન લોસ પ્રોવિઝનનો આંક 6.7 લાખ કરોડ રૂપિયાની આસપાસ રહી શકે છે.વર્ષ 2008નું સંકટ ફાઇનાન્સિયલ સર્વિસ સેક્ટરમાં પેદા થયું હતું.વર્તમાન સમયમાં વાસ્તવિક અર્થવ્યવસ્થાના આ સંકટમાં અન્ય ક્ષેત્રોની સાથે સાથે બેંકો પણ પ્રભાવિત થઇ છે.

વર્તમાન કોરોના વાયરસ સંકટ ચાલુ છે અને બેંકો માટે આ સમાય સૌથી મોટા દબાણનો સામનો કરવાના મુકાબલાનો છે.મૈંકિંજીની વૈશ્વિક વાર્ષિક સમીક્ષા અનુસાર આ એક એવી પરીક્ષાનો સમય છે જેનાથી ઉદ્યોગ ઝઝૂમી રહ્યો છે.ભારતમાં બેંકો પર કુલ પ્રભાવ FY24 સુધી 12 લાખ કરોડ રૂહોઈયાં રહેવાનું અનુમાન છે. તેના આશરે બે તૃતીયાંશ કોર્પોરેટ,SME અને ગ્રાહક ઉધારી પર વધી રહેલ જોખમ ખર્ચને કારણે હશે.મૈંકિંજી અનુસાર આ ઉપરાંત 20 ટકા પ્રભાવ વેચાણ પર દબાણને કારણે નોંધાઈ શકે છે.

વધુમાં અન્ય 10 ટકા પ્રભાવ માર્જિન પર દબાણને કારણે પાડવાની આશંકા છે કેમ કે વ્યાજદરો સતત નીચા જળવાઈ રહ્યા છે અને સુરક્ષિત સંપત્તિઓ માટે વધી રહેલ હરીફાઈથી માર્જિનમાં ઘટાડાને પ્રોત્સાહન મળ્યું છે.ભારતની બેંકોએ કોરોના અગાઉ જેવા નફા અને આરઓઈની સ્થિતિમાં પરત ફરવા ઉત્પાદકતામાં 25-30 ટકાનો વધારો કરવાની જરૂર પડશે.

Share Now