અખબાર વાંચી જાહેર હિતની અરજી કરી શકો નહી,દિલ્હીના ટ્રસ્ટને તતડાવી નાખતી હાઈકોર્ટ

290

નવી દિલ્હી : હાલના કોરોના કાળમાં શાળાઓ બંધ હોવાથી જે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે છે.તેમાં ‘યોગ્ય,ઓનલાઈન,કલાસીસ’ ચલાવવા જોઈએ તેવી માંગણી સાથે થયેલી એક અરજીની આકરી ટીકા કરતા દિલ્હી હાઈકોર્ટમાં અરજી ફગાવી દઈને અરજદાર પર રૂા.20000ના દંડ ફટકાર્યો હતો.ખુદને એન્ટીકરપ્શન કાઉન્સીલ ઓફ ઈન્ડીયા ટ્રસ્ટ તરીકે ઓળખાવતા સંગઠને હાઈકોર્ટમાં એક રીટ વસ્તુની આક્ષેપ કર્યો હતો.શાળાઓ ઓનલાઈન શિક્ષણમાં પણ વધુ પડતો ચાર્જ વસુલે છે અને જેઓ ફી ભરી શકતા નથી.તેઓના સંતાનોને ઓનલાઈન શિક્ષણ ઉપલબ્ધ બનાવાનું નથી.દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.એન.પટેલની ખંડપીઠે આ અરજીને બોગસ ગણાવી તેને સંભાળવાનો પણ ઈન્કાર કરી દીધો હતો અને પ્રશ્ર્ન પૂછયો હતો કે ‘યોગ્ય’ ઓનલાઈન શિક્ષણનો અર્થ તમો શું કરો છો?

કેવું શિક્ષણ તમો ઈચ્છો છો! કોઈપણ શાળા ઓનલાઈન શિક્ષણ ચલાવતી હોય તો તે યોગ્ય રીતે શિક્ષણ આપતી નથી તેવું કહેવું ઘણું સહેલું છે અને તમો એક અખબારી અહેવાલના આધારે આ રીટ પીટીશન કરી છે.અરજદાર પોતાનો કોઈ રેકોર્ડ આપી શકયા ન હતા જેનાથી કોઈ સ્થિતિ સાબીત કરી શકાય અને ખુદ કોઈ હોમવર્ક કર્યા વગર જ આવ્યા હતા.દિલ્હી સરકાર વતી રજું થયેલા ધારાશાસ્ત્રીએ અદાલતમાં રજુઆત કરી કે ઓનલાઈન શિક્ષણ અને ફી અંગે અગાઉ જ સરકારે યોગ્ય આદેશ આપી દીધા છે અને તેમાં વિદ્યાર્થીઓ- વાલનું હિત ધ્યાનમાં લેવાયુ છે.આ અરજી ફકત પબ્લીસીટી માટે જ કરવામાં આવે છે.હાઈકોર્ટે તે અરજી ફગાવી કોઈ અખબારી અહેવાલના આધારે જાહેર હિતની અરજી કરવાની પદ્ધતિની ટીકા કરી હતી.અરજદારને દંડ કરીને અરજી ફગાવી હતી.

Share Now