ચુંટણી કાર્ડ પણ ડિજિટલ ફોર્મેટમાં લાવવા ચુંટણી પંચની તૈયારી, વાંચો કેટલા થશે લાભ

273

ચુંટણી પંચ ટુંક સમયમાં ડિજિટલ ચુંટણી કાર્ડ લોન્ચ કરી શકે છે.સરળ ભાષામાં જણાવીએ તો ચુંટણી કાર્ડ પણ આધાર કાર્ડની જેમ ડાઉનલોડ કરી શકાશે.લોકો ડિજિટલ ફોર્મેટમાં ચુંટણી કાર્ડ પોતાની સાથે રાખી શકશે.મતદારોને વોટર હેલ્પલાઈન એપ વડે કેવાઈસી કરાવવાની સુવિધા પણ મળશે.આ ફેરફાર સાથે ચુંટણી પંચનો ધ્યેય મતદારોને ઈપીઆઈસી સુવિધા આપવાનો છે.

ચુંટણી પંચના આ નિર્ણયથી મતદારો તેમના ચુંટણી કાર્ડ નેટ પરથી ડાઉનલોડ કરી શકશે.એટલું જ નહીં તે આ ડિજિટલ કાર્ડ વડે મતાધિકારનો ઉપયોગ પણ કરી શકશે. આ નિર્ણયથી મતદારોને ચુંટણી કાર્ડ મોડા મળવા કે ન મળવાની સમસ્યામાંથી પણ મુક્તિ મળશે કારણ કે તેઓ આ કાર્ડને પણ આધાર કાર્ડની જેમ ડાઉનલોડ કરી શકશે.આ નિર્ણયથી ઓવરસીઝ મતદારોને પણ ડિજિટલ વોટર કાર્ડની સુવિધાનો લાભ મળશે.જો કે હાલ વિદેશમાં રહેતા ભારતીયોને મતદાન કરવાની સુવિધા નથી.પરંતુ ચુંટણી પંચે આ બાબતને લઈ પ્રસ્તાવ સરકારને મોકલ્યો છે.ઓવરસીઝ ભારતીયોને હાલ વોટર્સ કાર્ડ પણ આપવામાં આવતું નથી.પરંતુ આ નિર્ણય અમલમાં આવશે તો ઓવરસીઝ વોટર્સ પણ તેમના ડિજિટલ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.

આ સિવાય સૌથી મોટો લાભ એ થશે કે જો મતદાર એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ થાય છે અને તેને તે સ્થાનના મતદાર તરીકે નોંધણી કરાવવી છે તો કે આવશ્યક પ્રક્રિયા કરી અને નવું ચુંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકશે.

Share Now