પત્રકારો માટે પાકિસ્તાન સુરક્ષિત નથી : 1990 થી 2020 ની સાલ સુધીમાં 138 પત્રકારોની હત્યા : ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ જર્નાલિસ્ટ

312

ઇસ્લામાબાદ : તાજેતરમાં ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ જર્નાલિસ્ટએ જાહેર કરેલા અહેવાલ મુજબ પાકિસ્તાન સહિતના પાંચ દેશો પત્રકારો માટે સુરક્ષિત નથી.પાકિસ્તાનમાં 1990 થી 2020 ની સાલ સુધીના 30 વર્ષના ગાળામાં 138 પત્રકારોની હત્યા થઇ ચુકી છે.

પત્રકારો માટે સુરક્ષિત ન હોય તેવા પાંચ દેશોમાં ઈરાન અગ્ર ક્રમે છે જ્યાં છેલ્લા 30 વર્ષમાં 340 પત્રકારોની હત્યા થઇ છે.તથા એક પત્રકારને 2017 ની સાલમાં ખુદ સરકારે ફાંસીના માંચડે ચડાવી દીધો હતો. મેક્સિકોમાં 178 તેમજ ફિલિપાઇન્સમાં પણ 178 પત્રકારોની હત્યા થઇ છે.જયારે તેના પછીના ક્રમે પાકિસ્તાન આવે છે.જ્યાં 138 પત્રકારોની હત્યા થઇ છે.તેવું .સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

Share Now